Gujarat

જેતપુરના વિરપુર ઓવર બ્રિજ પાસે બાઇક સ્લીપ થતાં મોટાભાઈ નું મોત, નાના ભાઇને ઇજા પંચર સાંધવાની દૂકાને પિતા માટે ટિફીન લઇને જતી વખતે બની ઘટના:યુવકે રાજકોટમાં દમ તોડ્યો

જેતપુરના યાત્રાધામ વિરપુર ઓવર બ્રિજ રવિ હોટેલ સામે બાઇક સ્લીપ થઇ જતાં જેતપુરના યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના ભાઇ ઇજાગ્રસ્ત થઇ હતી
જેતપુર પીઠડીયા ટોલનાકે રહેતો અશ્વિન મનસુખભાઇ ચોૈહાણ (વાંજા) (ઉ.વ.૨૨) ગઇકાલે પોતાના ભાઇ લખન (ઉ.વ.૨૧)ને બાઇકમાં બેસાડી ગોમટા ફાટક પાસે આવેલી પોતાની પંચર સાંધવાની કેબીને પિતા માટે ટિફીન લઇને જતો હતો ત્યારે વિરપુર ઓવર બ્રિજ રવિ હોટેલ સામે બાઇક સ્લીપ થઇ જતાં બંને ભાઇઓને ઇજા થઇ હતી.જેમાં અશ્વિનને માથામાં ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે વિરપુર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર અશ્વિન ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

IMG-20211202-WA0109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *