નબળા મનના માનવીને રસ્તો નથી જડતો, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો આ કહેવત સાર્થક કરતો એક કિસ્સો નજરે ચડ્યો છે આપણે એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જે પોતાના શરીર થી એક હાથથી દિવ્યાંગ છે. છતાં પણ પોતાની હિંમત અને ઘર ચલાવવાની જવાબદારી ને માથે લઇ પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવા માટે બુટ ચપ્પલ રીપેરીંગ કરી રહ્યા છે.દુનિયાની આશા અપેક્ષા ઓ છોડી પોતાની મહેનત થકી કઈ રીતે આગળ વધવું અને .એમાંય કોઈ ગરીબ પરિવાર ના ઘરે જન્મ્યા હોય અને કુદરતે તમારું શરીર પણ સ્વસ્થ ના આપ્યું હોય ત્યારે દુનિયા માં કેવી રીતે કામ કરવું અને કેવી રીતે પેટનો ખાડો પૂરવો એ વાત થી જ કંપારી આવી જતી હોય છે. ત્યારે આજે એક એવા યુવક જે હિંમત હાર્યા વગર પોતાની મહેનતથી આજ તેના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યો છે.
ત્યારે વાત કરવી છે એક એવાજ યુવકની જે જેતપુરના સરદાર ગાર્ડનની દીવાલની ઓથ નીચે બુટ ચપ્પલ રીપેરીંગ કામ કરતા બાબુભાઇ પરમાર વીસ વર્ષ પહેલાં પોતાની રીતે મજૂરી કામ કરી સક્ષમ હતા પરંતુ કુદરત ની કઠિનતાતો જુઓ 2021માં રોડ અકસ્માતમાં ડાબા હાથનું કાંડુ ગુમાવતા માથે ભારે જવાબદારી આવી પડી. ઘરમાં પત્ની સહિત બાળકોના ભણતર તેમજ તેમના ભરણ પોષણ માટે કોઈ આવક નહોતી પરંતુ બાબુભાઇ ઘરે બેસી રહે તેમ પણ ચાલે એમના હતું આખરે બાબુભાઈને વિચાર આવતા બુટ ચપ્પલ રીપેરીંગ કામ ચાલુ કર્યું આજે 21 વર્ષથી આ યુવાન બુટ ચપ્પલ રીપેરીંગ કામ કરી પોતાના સંતાનોના ભણતર તેમજ તેમના ભરણ પોષણ માટે મહેનત કરી ગભરાયા વગર પરિવારનું ગુજરાન ચલાવે છે. તે દરેકને કહેવા માગે છે કે, દરેકે મહેનત કરીને આત્મનિર્ભર બનવું જોઇએ. સલામ છે આ યુવકને અને તેમની હિંમતને.
એક દિવ્યાંગ યુવકે પોતાના શરીર ની પરવા કર્યા પરિવાર ની જવાબદારી ને પૂરી કરવા એક કઠિન પરિશ્રમ માં લાગી ગયા છે. આ આધુનિક ફેશન ના જમાનામાં ધનવાન લોકો ના બાળકો સારી હોટેલ માં જમવામાં કે તેમની બર્થડે પાર્ટી માં હઝારો રૂપિયા મિનિટો માં ખર્ચ કરી નાખતા હોય છે.ત્યારે બીજી તરફ દુનિયા માં આવા પણ દિવ્યાંગ લોકો છે જે પોતાના પરિવાર પર આવેલી આફત સામે એક ચટ્ટાન બની મુકાબલો કરી પોતાના પરિવાર માટે રાત દિવસ મહેનત કરી પોતાને તેમજ પરિવારને કોઈ ની આશા વગર આત્મ નિર્ભર બનાવ્યું છે. જોકે સરકાર દ્વારા આવા દિવ્યાંગ પરિવારો માટે કોઈ ખાસ યોજના થકી તેમની આત્મ નિર્ભરતામાં સહાય રૂપ બને તે પણ ખૂબ જરૂરી બની રહેછે.


