Gujarat

જેતપુરમાં ખૂનીના નાના ભાઈની મૃતકના નાના ભાઈને ધમકી:  હાથમાં આવ તનેય પતાવી દઈશ !!

પેટા
ધમકીના રેકોર્ડિંગ સાથે ફરિયાદ કરવા ગયેલા દેવીપુજક પરિવારને જેતપુર પોલીસે ફરિયાદ લીધા વગર કાઢી મૂક્યો
પેટા
જેતપુર પોલીસની નિષ્ક્રિયતા બાબતે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવા તજવીજ
જેતપુર શહેરમાં બળદેવની ધાર વિસ્તારમાં થયેલી એક યુવાનની હત્યાના મુખ્ય સૂત્રધારના નાનાભાઈએ મૃતક નાના ભાઈને પણ પતાવી દેવાની ધમકી આપી હતી.
ધમકીની ઓડિયો ક્લિપ પોલીસને બતાવવા અને સંભળાવા છતાં પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કરતા દેવીપુજક પરિવારની હાલત કફોડી બની છે.
 અત્રે નોંધનીય છે કે હત્યાના આરોપીને પણ જેતપુરની પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે બહારની પોલીસે પકડી પાડયો છે. એક તબક્કે જેતપુર પોલીસ આ હત્યાના બનાવમાં નાક કપાઈ રહ્યું છે. છતાં મૃતક યુવાનના પરિવારજનોને મદદ કરવાની વાતમાં જેતપુર પોલીસે હાથ ઉચા કરી દેતાં જાણકારોમાં ચકચાર જાગી છે.
આ અંગે મળતી વિગતો મુજબ જેતપુરના બળદેવ ધાર વિસ્તારમાં ચાર દિવસ પહેલા એક દેવીપૂજક યુવાનની હત્યા થઈ હતી.  આ હત્યાના આરોપીઓને શોધવામાં જેતપુરની પોલીસ વામણી સાબિત થઇ હતી. બહારની પોલીસે ખૂનના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને ઝડપી લીધો છે.
 જ્યારે અન્ય હજુ મળ્યા નથી. તેવા સમયે જ મુખ્ય સૂત્રધાર એવા હત્યારાના નાના બલાએ ભાઈ  જેમની  જેમની હત્યા થઈ છે તે મૃતકના  નાના ભાઈને પણ ફોન કરીને પતાવી દેવાની ધમકી આપી હતી.
  દેવીપુજક પરિવાર આવી ધમકીના રેકોર્ડિંગ સાથે ફરિયાદ કરવા જેતપુર શહેર પોલીસ સ્ટેશન દોડી ગયો હતો. પરંતુ લાગતી વળગતી જેતપુર પોલીસે ફરિયાદ લેવાનો ઈનકાર કરી દઈને દેવીપૂજક પરિવારના નિરાશ કર્યો હતો.
 કહેવાનું તાત્પર્ય એ છે કે એક તો હત્યાના આરોપીને જેતપુર પોલીસ પકડી શકી નથી ત્યારે બીજી બાજુ દેવીપૂજક પરિવારના સભ્યોને હત્યારનો ભાઈ પણ બીજા પરિવારજનોને પતાવી દેવાની ધમકી આપતો હોય આ વાતની પોલીસ ફરિયાદ લેતી હોય હવે દેવીપુજક પરિવારની મદદે કોણ આવશે તે સમયે જ બતાવશે.
હરેશ ભાલિયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *