જેતપુરના ધારેશ્વર ખાતે આવેલ જેટકો કંપનીના 400 kv હાઈ ટેન્શન વીજ લાઈન ના ટાવર પર સમાર કામ કરતો વીજ કર્મચારી નીચે પટકાતા ગંભીર ઇજાઓ થવાથી તેનું કરૂણ મોત નિપજયું હતું.
હાલ જેતલસર જંકશન ખાતે રહેતા અનવરભાઈ રહેમાનભાઈ પરમાર (ઉ.વ.39) ગામનો વતની હાલ જેતપુરમાં જેટકો કંપનીમાં 400 કે.વી લાઈનના આસિસ્ટન્ટ કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. જેટકો કંપની 400 કે વી હાઇટેન્શન વીજ લાઈનના ટાવર પર બપોરે 12:00 કલાકે આ કર્મચારી સમારકામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટાવર પરથી નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે જેટકોના કર્મચારીઓ દ્વારા જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઇજાઓને કારણે કર્મચારીનું સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ કંપનીના કર્મચારીઓએ પરિવારજનોને તેમજ પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. આ ઘટના બનતા પરિવારજનોમાં તેમજ જેટકોના તમામ કર્મચારીઓમાં દુ:ખની લાગણી વ્યાપી હતી.
હરેશ ભાલીયા જેતપુર


