Gujarat

જેતપુરમાં પિતાની હત્યાના કેસમાં પુત્રને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

જેતપુરમાં પિતાની હત્યાના આરોપસર જેતપુરની જ સબ જેલમાં રહેલા આરોપી પુત્રનો જામીન પર છુટકારો થયો છે. આ કેસની વિગત મુજબ મૃતક મથુરભાઈ અમીપરા તકરારી સ્વભાવના કારણે પરીવારજનો અને ગામના લોકો સાથે પણ ઝઘડાઓ કરી વાડી વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયેલા, બનાવના દિવસે તે ઘરે આવી તકરાર કરતા આવેશમાં આવેલા પુત્રએ દોરીથી ગળાટુપો આપી પિતાની હત્યા કરી હોવાના કરવાના આરોપસર ગુનો દાખલ થયેલો. ધોરાજી તાલુકાના મોટા ગુંદાળા ગામેના રહેવાસી ફરીયાદી વિનુભાઈ મથુરભાઈ અમીપરાએ તેના જ સગા ભાઈ રાજેશ ઉર્ફે રાજુ મથુરભાઈ અમીપરા સામે જેતપુર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તે મતલબની ફરીયાદ આપેલ કે, મથુરભાઈ અમીપરા દ્વારા ઘરે આવી ઝઘડો કરી આરોપી, ફરીયાદી, આરોપીના માતા ત્રણેયને ઘર ખાલી કરી જતા રહેવા કહેતા દોરડા વડે મૃતકને ગળાટુપો દઈ મોત નીપજાવતા ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ આવી જતા આરોપીને અટક કરી તપાસના અંતે કોર્ટમાં ચાર્જસીટ કરી હતી.

અરજદાર રાજેશ અમીપરાએ જામીનપર મુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી 2દ થતા ગુજરાત હાઈકોર્ટમા જામીન અરજી કરી રજુઆત કરેલી કે, ગુનાની તપાસ પુર્ણ થઈ ચાર્જસીટ થઈ ગયેલ છે વધુ કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની આવશ્યકતા નથી લાંબા સમયથી જયુડીશીયલ ક્સ્ટડીમ છે બનાવનો હેતુ ખુનનો હોવાનુ જણાતું નથી ફરીયાદી તથા નજરે જોનાર પરીવારના જ સભ્યો છે તેઓ વચ્ચે તકરાર નથી. ભવીષ્યમાં ટ્રાયલ ક્યારે પુર્ણ થાઈ તે નીશ્ચીત નથી તેથી પીટ્રાયલ પનીસમેન્ટના સંજોગો નિમાર્ણ થાય તેમ છે વગેરે લંબાણ પૂર્વકની રજુઆતો કરવામાં આવી હતી. બંને પક્ષોની રજુઆતો ગુનાની હકીક્તો અને સંજોગો તેમજ પ્રકાર અને આક્ષેપો લક્ષે લેતા અરજદારની તરફેણમાં અદાલતે અંતર્ગત સતાનો ઉપયોગ કરવાનું મુનાસીફ માની અરજદાને જામીનપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં આરોપી રાજેશ અમીપરા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા હાઈકોર્ટના આશીષ ડગલી રોકાયેલા હતા.

હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *