વિજયાદશમી એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર.એસ.એસ. નો સ્થાપના દિવસ. 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નાગપુર ખાતે ડૉક્ટર હેડગેવારએ સ્થાપના કરેલી ત્યારથી આજ સુધી દેશ અને દુનિયામાં હજારો જગ્યાઓ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓ ચાલી રહી છે. આજરોજ આર.એસ.એસ. ના સ્થાપના દિને જેતપુરમાં પણ સંઘનું પથ સંચલન નીકળ્યું હતું. જેમાં પૂર્ણ ગણવેશ , શિસ્ત , ઘોષ સાથે સ્વયંસેવકો ભગવા ધ્વજ ની આગેવાની સાથે જેતપુર ના મુખ્ય માર્ગો પર ફર્યા હતા અને નગરજનોએ પુષ્પવૃષ્ટિ કરી ભગવા ધ્વજ નું સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત વિજયા દશમી ના દિવસે હિન્દુ સંસ્કૃતિમાં શસ્ત્ર પૂજન નું ખુબ જ મહત્વ રહેલું છે. આજ રોજ સવારે સ્વામીનારાયણ મુખ્ય મંદિર થી સંતોના હસ્તે પૂજન થઈ શસ્ત્ર રથ જેતપુર ના ૧૫ જેટલા વિસ્તારોમાં ફર્યો હતો અને લોકોએ ખુબ મોટા પ્રમાણમાં શસ્ત્ર પૂજન નો લાભ લીધો હતો.


