Gujarat

જેતપુરમાં સ્ટેન્ડ ચોક પાસેથી એક્ટિવાની ઉઠાંતરી

જેતપુરનો સતત ધમ ધમતો સ્ટેન્ડ ચોક વિસ્તારમાં એક્ટિવા ઉઠાંતરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
માહિતી મુજબ જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને સ્ટેન્ડ ચોક વિસ્તારમાં,શંકર સ્ટોર બેકરી ચલાવતા ધર્મેશભાઈ ઉત્તમચંદ ચંદવાણી પોતના ધંધા ની જગ્યા પર એકટીવા બાઈક નંબર જીજે 03 એફસી 0673 પાર્ક કરીને રાખેલ હતું ત્યારબાદ ધર્મેશભાઈ પોતના ધંધા પર રાબેતા મુજબ કામ કરતા હોઈ ભૂલથી એક્ટિવામાં ચાવી રહી જતા ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગ્યો હોઈ ધર્મેશભાઈ દ્વારા આ અંગે જેતપુર સીટી પોલીસમાં અજાણ્યા શખ્સ સામે એકટીવા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *