Gujarat

જો PPF એકાઉન્ટ બંધ થઇ ગયું હોય તો તેને કેવી રીતે ચાલુ કરી શકાય?

ઇનએક્ટિવ પીપીએફ ખાતુ 15 વર્ષમાં ગમે ત્યારે એક્ટિવ કરી શકાય

નવી દિલ્હીઃ પબ્લિક પ્રોવિડન્ડ ફંડનું એકાઉન્ટ જો બંધ (Inactive PPF account)પડી ગયું હોય તો તે ચાલુ કરી શકાય છે. કેન્દ્ર સરકારની ગેરન્ટેડ રિટર્ન આપતી આ યોજના કરરાહત માટે પણ રોકાણકારો ખાસ કરીને નોકરિયાત વર્ગમાં પસંદગીની છે.

પરંતુ વાર્ષિક લઘુત્તમ રકમ 500 રૂપિયા જમા નહીં કરી શકવાને કારણે ખાતું બંધ (Inactive)થઇ જાય છે.

પીપીએફમાં 15 વર્ષ માટે રોકાણ

પીપીએફમાં 15 વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે. ખાતું ચાલું રાખવા માટે રોકાણકારે નાણાવર્ષમાં લઘુત્તમ 500 રૂપિયાની રકમ જમા કરાવવાની હોય છે. જે સમયસર નહીં જમા કરવાને કારણે ખાતુ ઇનએક્ટિવ (Inactive PPF account) થઇ જાય છે.

પીપીએફમાં એક રોકાણકાર પોતાના ખાતામાં 1.50 લાખ સુધી વર્ષે જમા કરાવી શકે છે. જે કરમુ્કત આવકમાં ગણાય છે. કોઇ ખાતુ ઇનએક્ટિવ (Inactive PPF account) થઇ ગયું હોય તો તેને ચાલું કરવા માટે થોડી પ્રોસેસ કરવી પડે છે. ત્યાર બાદ વ્યક્તિનું પીપીએફ ખાતુ ફરી એક્ટિવ થઇ શકે છે.

ખાતુ એક્ટિવ કરવાની પ્રોસેસ

નિષ્ક્રિય એટલે કે ઇનએક્ટિવ પીપીએફ ખાતું (Inactive PPF account)ફરી ચાલુ કરાવવા માટે ખાતાધારકે જે તે બેન્ક કે પોસ્ટ ઓફિસમાં જઇ એક લેખિત અરજી કરવાની હોય છે. આ અરજી ખાતા ખોલ્યાના 15 વર્ષની અંદર ગમે ત્યારે કરી શકાય છે.

અરજી આપ્યા બાદ રોકાણકારે જ્યારથી ખાતુ ઇનએક્ટિવ થયું છે. ત્યારથઈ લઇ અરજીના નાણાવર્ષ સુધી દરેક વર્ષની લઘઉત્તમ 500 રૂપિયાની રકમ ખાતામાં જમા કરાવવાની હોય છે. તેની સાથે દરેક વર્ષદીઠ 50 રૂપિયા લેખે દંડની રકમ પણ ભરવાની હોય છે. અરજી સાથે આ તમામ રકમનો ચેક બેન્ક કે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનો હોય છે.

અરજી બાદ બેન્ક કે પોસ્ટ ઓફિસ અરજીની તપાસ કરશે કે તમારા ખાતાને 15 વર્ષ થઇ તો નથી ગયાને? ખાતાને 15 વર્ષ થયા નહીં હોય તો તે ચાલુ કરી દેવાશે. પરંતુ જો 15 વર્ષ પુરા થઇ ગયા હશે તો ખાતુ ફરી એક્ટિવ(Inactive PPF account) થશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *