Gujarat

ઠાગા ઠૈયા કરરૂ છું, સાસુડી ઘડાવું છું, તું જા કે હું આવું છું..સામતેર બાયપાસ હાઇવેનું કામ ત્રણ વર્ષથી દશ ટકા પણ કામ નહી થતા કાણકબરડાના ખેડૂતો પરેશાન

ઊના ભાવનગર નેશનલ ફોરટ્રેક હાઇવેનું કામ મંદગતીએ ચાલી રહ્યુ છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સામતેર ગામના બાયપાસનું કામ ત્રણ વર્ષ પહેલા શરૂ કરવા ખેડૂતોની જમીનનો કબ્જો લઇ લીધેલ હોવા છતાં આજદિન સુધીમાં દશ ટકા પણ બાયપાસ રોડનું કામ કરવામાં આવ્યુ ન હોય અને આ બાયપાસ રોડ કાણકબરડા ગામના ખેડૂતોની જમીનમાંથી પસાર થતો હોય ત્યારે હાઇવે ઓથોરીટી દ્વારા માટીથી રોડનું પુરાણ કરે છે, અને બાદમાં ફરી એજ માટીનું પુરાણ કાઢે છે. જેના કારણે રસ્તા પરથી ધુળની ડમરીઓ ઉડતા આ વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયેલ છે. અને હાઇવે ઓથોરીટી દ્રારા આ બાયપાસ રોડનું કામ તાત્કાલીક પૂર્ણ કરવામાં આવે તેવી કાણકબરડા ગામના ખેડૂતોની માંગણી ઉઠવા પામેલ છે. ત્યારે ઠાગા ઠૈયા કરરૂ છુ સાસુડી ઘડાવું છું, તું જા કે હું આવું છું. તેવો ધાટ જોવા મળેલ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *