Gujarat

ડીસાના આખોલ ગામમાં ચુંટણીને લઈ રાજકારણ ગરમાયું

પાલનપુર
ડીસા તાલુકાના બનાસ નદીના કિનારે આવેલું આખોલ ગામમાં ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. આખોલ ગામમાં ચાર હજારથી વધુ મતદારો છે, જેમાં આ વર્ષ મહિલા સીટ હોવાથી બે મહિલાઓએ સરપંચમાં દાવેદારી નોંધાવી છે. જાેકે, આ અંગે ગ્રામજનો કેવા સરપંચની આશા કરી રહ્યા છે તે જાણીએ.બનાસકાંઠા જિલ્લામાં સરપંચોની ચૂંટણીને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકારણ ગરમાયું છે. જિલ્લામાં ૫૮૮ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે જેમાં કેટલીક ગ્રામ પંચાયતો ગ્રામજનો એકત્ર થઈ સમરસ પંચાયત પણ કરી છે, તો બીજી તરફ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારો વિકાસના દાવાઓ વચ્ચે જીત ની આશા વ્યક્ત કરી રહ્યા છે. અમારા ગામમાં રસ્તાઓ સ્ટ્રીટલાઇટો સ્કૂલમાં જવા માટે રસ્તાઓ ખાબડ ખુબડ પડ્યા છે. સારુ કામ થયેલું નથી ગામનું સ્મશાન પણ બેકાર પડ્યું છે. રસ્તા પાણીની કોઇ સુવિધા છે. અત્યારે કોઈ વિકાસ અમને દેખાતો નથી, અમારે નવો ભાવિ સરપંચ કોઈ આવે અને ગામનો વિકાસ કરે એવી અમારી પ્રેરણા છે અને સૌ ગામલોકો પણ અપેક્ષા રાખે છે ગામનો વિકાસ થાય ગામમાં રોડ રસ્તાની ખામીઓ છે. એ દૂર થાય ઓરડાઓ ઓછા હોવાથી બાળકોને નિશાળે જવા આવવામાં ખુબ જ તકલીફ પડે છે. રાત્રિના લાઇટની વ્યવસ્થા પણ અમારે છે નહીં. રાત્રે અંધારામાં અવરજવર કરવી પડે છે. હાઇવે થી થોડુંક અંદર ગામ છે, ગટરોની પણ વ્યવસ્થા નથી એટલે અમે એવા ઉમેદવારને છીએ અમારા ગામનો વિકાસ કરે એવો સરપંચ અમે ઈચ્છી એ છીએ. ગામના રસ્તાઓ સ્મશાન, સ્કૂલ, પાણીની સુવિધા નથી અઠવાડિયામાં ચાર ચાર દિવસ પાણી બંધ રહે છે. પોલીસની ટ્રેનીંગ માટે અત્યારે અમારા ગામમાં ગ્રાઉન્ડ નથી. યુવાનોને પાંચ દસ કિલોમીટર દુર દોડવા જવું પડે છે. લાઈબ્રેરી નથી નવો સરપંચ આવી ગામનો વિકાસ કરે એવી આશા રાખીએ છીએ. નવા સરપંચ જાેડે એવી આશા રાખીએ છીએ કે રોડ રસ્તા બનાવે સારી સ્કૂલની સુવિધાઓ કરે તમામ સુવિધાઓ અહીં મળી રહે ગામનું સ્મશાન હાલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે.

Politics-heated-up-in-Akhol-village-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *