નવગુજરાત સમય ડીસા.
આજે સમગ્ર વિશ્ર્વમાં હિન્દુત્વનો ડંકો વગાડનાર, દેશના પ્રેરણા સ્તોત્ર, દેશના યુવાનોના હૈયાનો ધબકાર સ્વામી વિવેકાનંદ જયંતી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસની ડીસાના હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી
આ સંગઠન દ્વારા ડીસાના બગીચા સર્કલ પર આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ઉપર પુષ્પ અર્પણ કરી સ્વામી વિવેકાનંદજી અમર રહોના નારા સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંગઠનના મનોજસિંહ ઠાકોર, પુજનભાઈ જોષી, હિતેશસિંહ રાજપૂત, ભરતભાઈ ખત્રી, કેતનભાઈ ચૌઘરી, દિનેશભાઈ ચૌહાણ,અશ્ર્વિનભાઈ મોદી, કલ્પેશભારથી, તેમજ મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.. રિપોર્ટર ભરત ઠક્કર ડીસા
