ડૉ.બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં તાલુકા પંચાયત ખાતે ડો.બાબા સાહેબ ના સ્ટેચ્યુ ને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય નરેન્દ્રભાઇ દવે,બોટાદ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતી ના ચેરમેન વિરમભાઇ મીઠાપરા, બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા પ્રમુખ વિનુભાઇ સોલંકી, જીલ્લા પંચાયત ના સભ્ય કેશુભાઈ પંચાળા, સામાજિક ન્યાય સમિતી ના ચેરમેન પદમિનીબેન હીરાભાઇ ખાણીયા, પૂર્વ સરપંચ માનભા પરમાર,મઘાભાઇ ખાણીયા,લક્ષમણભાઈ ખાણીયા,ડાયા ભાઈ ચાચિયા,પ્રકાશભાઈ મકવાણા પૂર્વ ચેરમેન હિંમતભાઇ ગેડિયા,મંગળાબેન ટોકરાળિયા સહિત સરપંચો અને આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


