સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી આશરે ૩ કિમી દૂર રાજકોટ તરફથી કોઈ વ્યક્તિએ હાઇવે પર અકસ્માતની ઘટના જાેઈ ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ લોહિલુહાણ હાલતમાં હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને લઇને ૧૦૮ એમ્બ્યુલન્સ વાન ચોટીલા હોસ્પિટલ જવા રવાના થઈ હતી. તે સમયે ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ એમ્બ્યુલન્સ ચલાવી રહ્યા હતા અને ડોક્ટર એમ્બ્યુલન્સની અંદર ઇજાગ્રસ્ત પાસે હતા. ત્યારે ડોક્ટરે જાેયું તો ઇજાગ્રસ્ત ચકચુર નશાની હાલતમાં હતો. એમ્બ્યુલન્સ ચોટીલા તરફ જઈ રહી હતી. તે દરમિયાન ઈજાગ્રસ્ત શખ્સે કોઈપણ કારણો વગર ૧૦૮ના ડોક્ટરને ગાળો દેવાની ચાલુ કર્યુ હતુ. તેમજ કોઇ પણ જાતના કારણ વગર હાથા પાઈની પણ કોશિશ કરવામાં આવી હતી. જેને કારણે ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટે એમ્બ્યુલન્સને દવાખાના લઇ જવાના બદલે સીધી પોલીસ સ્ટેશન લઈ જવી પડી હતી. જ્યાં ઇજાગ્રસ્ત પોલીસ પાસે પોપટ જેવો થઈ ગયો હતો. અને પોલીસની હાજરીમાં ૧૦૮ના ડોક્ટરે ઈજાગ્રસ્તને સારવાર આપવામાં આવી હતી. બાદમાં એમ્બ્યુલન્સ દ્વારા તેને ચોટીલા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતરતા જ ત્યાંથી ઇજાગ્રસ્તે સીધા હાઇવે તરફ ચાલતી પકડી હતી. નશાની હાલતમાં એમ્બ્યુલન્સ દ્વારા એક નશાખોરને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, તેમજ તેની સામે કોઈપણ ગુનો દાખલ થયો નહોતો. આ નશાખોર ઇજાગ્રસ્ત રાજકોટના ભગવતી પરાનો મુકેશભાઈ વજાભાઈ નામનો શખ્સ હોવાનું જાણવા મળ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર નશાની હાલતમાં ઈજાગ્રસ્ત શખ્સે ૧૦૮ એમ્બ્યુલન્સના ડોક્ટરને ગાળો દેતાં તેમજ હાથાપાઈની કોશિશ કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સનો પાયલોટ એમ્બ્યુલન્સને દવાખાને લઇ જવાના બદલે સીધી પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. જ્યાં નશાખોર ઇજાગ્રસ્ત પોલિસ મથકમાં પોલીસને જાેઈ પોપટ થઈ ગયો હતો.
