ગિરગઢડા
ભરત ગંગદેવ.
તંત્રની સજગતા-સતર્કતાના પરીક્ષણ અને બચાવ કામગીરીની તાલીમના ભાગરૂપે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આજે તા.૮-૧૨-૨૦૨૧ના રોજ પ્રાંત અધિકારી શ્રીમતિ સરયુબેન જણકાતના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ મોકડ્રીલ યોજવામાં આવશે.
આ મોકડ્રીલને સફળતાપૂર્વક યોજવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રાંત અધિકરી શ્રીમતિ સરયુબેન જણકાતની અધ્યક્ષતામાં વેરાવળ પ્રાંત અધિકારીની કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં NDRFના ઇન્સ્પેક્ટર રાજેશકુમાર મહલાવતે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમજ મોકડ્રીલ દરમિયાન સંબંધિત વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં જિલ્લા વહીવટી તંત્ર, વેરાવળ નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ, પોલીસ સહિતની સરકારી એજન્સીઓ ભાગ લેશે.
આ બેઠકમાં વેરાવળના ઇન્ચાર્જ મામલતદાર નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, પ્રભાસપાટણના પી.આઈ એન.એમ આહીર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


