વડોદરા
આ દિવાળીની રજામાં અનેક શહેરીજનો પરિવારો સાથે ફરવા જવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. જેની સંખ્યા નાની સૂની નહીં પરંતુ દોઢ લાખની આસપાસ છે. જેમાં રાજયમાં સ્ટેચ્યુ, સાપુતારા, સોમનાથ, શિવરાજપુર બીચ સહિતના સ્થળો માટે શોર્ટ ટૂરના આયોજન થઇ રહ્યા છે. જયારે લાંબી ટૂરમાં રાજસ્થાનના ઉદેપુર, જાેધપુર તેમજ ઉત્તર ભારતના સિમલા- મનાલી સહિતના સ્થળોની પસંદગી કરી રહ્યા છે. જેને પગલે ટ્રેન અને પ્લેનના બુકિંગ મોટી સંખ્યામાં થઈ રહ્યા છે. મુંબઈની ફ્લાઈટ સિવાય બેંગ્લોર અને હૈદ્રાબાદ તેમજ મુંબઈને ચેન્નઈ જતી ફ્લાઈટના ભાડા પણ બમણા થયા છે. જ્યારે મુંબઇ અને દિલ્હી બંને તરફની ટ્રેનમાં ૫૦થી વધુનું વેઇટિંગ છે. વડોદરાથી ગ્રુપ ટુર પેકેજનું બુકિંગ કરાવનારા અથવા પેકેજ ટુર ઉપાડનારા ટ્રાવેલ એજન્ટો દ્વારા માત્ર એકોમોડેશન, લંચ, ડિનર અને સાઈડ સીન માટેના પેકેજ આપેે છે, ટ્રેન અને પ્લેનના ભાડાનો સમાવેશ કરાતો નથી સવારની ફ્લાઈટ હોવાથી ફરવા જનાર નો દિવસ બગડતો નથી સવારે સાત વાગે વડોદરા થી ઉપરના રીપ્લાય દિલ્હીમાં નવ વાગ્યા સુધીમાં તમને બહાર મૂકી દે છે અને હોટલના ચેકિંગ પણ બાર વાગ્યા સુધીમાં થઈ શકે છે જેથી સવારની ફ્લાઇટનું ભાડું ખૂબ વધારે હોય છે. ડાયનામિક ફેર એટલે ટિકિટના બેઝ પ્રાઇઝ પર અમુક ટિકિટોનું વેચાણ થઈ ગયા બાદ પર્સન્ટેજ પ્રમાણે વધારવામાં આવતા ભાવ. આ વખતે તો દિવાળીમાં કોઇ જગ્યાએ તો જઇએ જ. લોકોમાં અત્યારે સૌથી વધુ આ વાતની ચર્ચા થઇ રહી છે. કોરોના કાળમાં મોટેભાગે ઘરમાં પૂરાઇ રહેલા દોઢ લાખથી વધુ લોકો દિવાળીની રજામાં ટૂંકો પ્રવાસ અને લાંબી ટુર પર ફરવા જાય તેવો અંદાજ ટુર ઓપરેટરો દ્વારા મૂકવામાં આવ્યો છે. શહેરીજનોનો આ વખતે ઉત્તર ભારતના સ્થળો માટે વધુ ધસારો હોવાથી દિલ્હીની ફલાઇટની બિઝનેસ ક્લાસની ટિકિટ ના ભાવ ૨૦૨૮૫ સુધી પહોંચ્યા હતા જ્યારે ઇકોનોમી ક્લાસની ટિકિટ માત્ર સાંજની ફ્લાઈટમાં ૧૪૨૦૦ રૂપિયામાં મળી રહી છે સવારની ફ્લાઈટમાં ઇકોનોમી ક્લાસ ફુલ હોવાનું બતાવે છે. આવી સ્થિતિ ટ્રેનમાં છે. જયાં દિલ્હી તરફની ૨૦થી વધુ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઇ ગયા છે. હાલમાં ૫૦ની આસપાસ વેઇટિંગ ચાલી રહ્યું છે. વડોદરાથી દિલ્હી રાજધાની ટ્રેનમાં ડાયનામિક ફેર મહત્તમ ૭૮૮ ની લિમિટ સુધી પહોંચ્યા છે.


