Gujarat

તોફાનના કારણે બોટે જળસમાધિ લીધી હોય તેવા માલિકોને ૪૦ થી ૫૦ લાખની સહાયની માંગ

,વેરાવળ
રાજયસભાના પૂર્વ સાંસદ ચુની ગોહેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખીત રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, દરીયાઇ પટ્ટી પર આવેલા વાવાઝોડાના કારણે માછીમારોને ખુબ જ નુકશાન થયું છે. જે ભરી શકાય તેમ નથી ત્યારે જાે સરકાર મદદ કરે તો માચ્છીમાર સમાજને થોડી રાહત જરૂર મળશે.વધુમાં જણાવ્યું છે કે, હોડી/પીલાણ ડૂબી ગઈ હોય તેવા લોકોને રૂપિયા ૨૦ લાખની સહાય આપવી, તેમજ જે માચ્છીમારોનું મોત થયુ છે તેમના કુટુંબીજનોને રૂપિયા ૧૦ લાખની સહાય તાત્કાલીક ધોરણે આપવાની માંગ કરી છે. આ આર્થીક સહાય મળવાથી માચ્છીમાર સમાજ ઉભો થઇ શકશે. જે માચ્છીમાર પરિવારોના વ્યકિતઓના મરણ થયા છે તેવા ગરીબ પરિવારોના ઘરની હાલત શું હશે ? જેથી તાત્કાલીક ધોરણે સહાય આપવાની કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે આ ઉપરાંત ગુજરાતના દરેક બંદર પર ફીશરીઝ ખાતાની ટીમ તેમજ સ્થાનીક માચ્છીમાર આગેવાનોને સાથે રાખી એક સર્વે કરાવવો જરૂરી છે. જેથી સરકારના ધ્યાને સાચી પરિસ્થિતીનો અંદાજ આવશે અને માચ્છીમાર પરિવારો પર આવી પડેલા આ દુઃખમાં સરકાર ભાગીદાર થઇને રાહત તાત્કાલીક જાહેર કરે તેમ રજૂઆતના અંતમાં જણાવ્યું છે.વેરાવળથી ભાવનગર સુધીના લગભગ તમામ બંદરો પર વાવાઝોડાના કારણે થોડું ઘણું નુકસાન થયું છે. ત્યારે આ અંગે ભાજપના નેતા અને રાજયસભાના પૂર્વ સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખી માછીમારોને સહાય ચૂકવવાની માંગ કરી છે. પૂર્વ સાંસદે દરેક બંદર પર ફીશરીઝ ખાતાની ટીમ તેમજ સ્થાનીક માચ્છીમાર આગેવાનોને સાથે રાખી એક સર્વે કરાવવા અને જે ફિશિંગ બોટોએ જળસમાધિ લીધી છે તેના બોટ માલીકોને રૂપિયા ૪૦ થી ૫૦ લાખનું વળતર આપવાની માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *