Gujarat

થેલેસેમીયા અવેરનેશ એન્ડ પ્રિવેન્સન પ્રોગ્રામ અંતર્ગત ગવર્ન્મેન્ટ સાયન્સ કોલેજ, વેરાવળમા થેલેસેમીયા કેમ્પ યોજાયો.

 ગિરગઢડા
ભરત ગંગદેવ.
 વેરાવળની ગવર્ન્મેન્ટ સાયન્સ કોલેજમાં થેલેસેમીયા માર્ગદર્શન અને સ્ક્રિનીગ કેમ્પ યોજાયો હતો. જેમા ૧૬૧ બ્લડ સેમ્પલ લેવાયા હતા. આ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ વતી ચેરમેન  કિરીટભાઇ ઉનડકટ અને તેની સાથે ગીરીશ ઠક્કર, ગીરીશ વોરા, અનિષ રાચ્છ, ભાવેશ મહેતા તથા મહેન્દ્ર પારેખ સેવા આપવા જોડાયા હતા.
આ કાર્યક્રમમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ (ઇન્ડિયન રેયોન) ના જન સેવા ટ્રસ્ટ વતી અધિકારીશ્રીઓ યશપાલ હરીહર, વિજયભાઇ વાછાણી, ગીરધરભાઇ તાળા, કાનજીભાઇ મોરી તથા ચિરાગ સોલંકી જોડાયા હતા અને જન સેવા ટ્રસ્ટ દ્વારા આ કેમ્પને આર્થિક સહયોગ આપવા માટે આગળ આવ્યા હતા. ઞવન્મેન્ટ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. સ્મિતાબેન છગની દોરવણી હેઠળ સ્ટાફ સભ્યો ડો. મનિષભાઇ નાગ્રેચા, ડો.પીયુ કોરીયા અને પી.જ.જાડેજાએ સુંદર વ્યવસ્થા સંભાળી હતી. ટેકનીકલ સહાય માટે રાજકોટ રેડ ક્રોસ વતી અમિત  વાસ્તવ અને મયુર રાઠોડ સેવા આપવા ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211210-WA0442.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *