ડીસા
સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થશે, પણ વિજયાદશમી પછી કેમ કે વિજયાદસમી બાદ બજારમાં નવા તેલની આવક થવા માંડશે. એટલે ભાવ થોડા ઘણા અંશે દબાશે તેમ અંતમાં જણાવ્યું હતું. હાલ લોકો જરૂર હોય તેટલી જ તેલની ખરીદી કરી રહ્યા છે.પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૦૦ને આંબી ગયા છે તેને કારણે તમામ ચીજવસ્તુઓના ભાવમાં હાલ આગરઝરતી તેજી જાેવા મળી રહી છે અને મધ્યમ તથા ગરીબ વર્ગને ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે મુશ્કેલ બની ગયું છે. તેવા સમયે સીંગતેલ અને કપાસિયા તેલની બજાર પણ ભકડે બળી રહી છે, પણ વિજયાદશમી બાદ નવું તેલ બજારામાં આવતા ભાવમાં ઘટાડો થશે તેવું માનવામા આવી રહ્યું છે. ગુંદાવાડી માર્કેટના આગેવાન અનાજ-કરિયાણા તથા તેલના જથ્થાબંધ વેપારી મૂકેશભાઈ તન્નાના જણાવ્યા મુજબ છેલ્લા ચાર-પાંચ દિવસથી સીંગતેલ અને કપાસિયા તેલમાં અવિરત ભાવ વધારો આવી રહ્યો છે અને શીંગતેલમાં છેલ્લા ચાર દિવસમાં રૂ.૮૦નો વધારો થયો છે અને હાલ શીંગતેલના નવા ટીનનો ભાવ રૂ.૨૫૩૦ને આંબી ગયો છે. આ ઉપરાંત કપાસિયા તેલમાં સીંગતેલની માફક લાલચોળ તેજી જાેવા મળી રહી છે તેમાં પણ છેલ્લા ચાર-પાંચ દિવસમાં રૂ.૬૦નો ભાવવધારો થયો છે અને તેના નવા ટીનનો ભાવ રૂ.૨૪૩૦ને આંબી ગયો છે. આમ બંને તેલમાં સતત ભાવ વધતા હોવાને કારણે લોકોની ખરીદશક્તિ ઘટી ગઈ છે.