Gujarat

દાહોદમાં વિદેશી દારૂ સાથે ૩ બુટલેગર ઝડપાયા

દાહોદ
સીંગવડ તાલુકાના છાપરી ગામે બન્યો હતો. જેમાં છાપરી ગામે રહેતાં મહેન્દ્રભાઈ મોહનભાઈ પટેલે પોતાના રહેણાંક મકાનમાં જથ્થો રાખ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે મહેન્દ્રભાઈના રહેણાંક મકાનમાં રેડ કરતાં પોલીસને જાેઈ મહેન્દ્ર નાસી જવામાં સફળ રહ્યો હતો. જાેકે, પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૨૩૨ કિંમત રૂા. ૨૭,૪૬૦નો જથ્થો મળી આવતા પોલીસે જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ ઉપરોક્ત ઈસમ વિરૂદ્ધ રણધીકપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત લીમખેડા તાલુકાના પાલ્લી ગામેથી દારૂ ઝડપાયો હતો. જેમાં સંદિપભાઈ નરસીંગભાઈ માવી (રહે. કથોલીયા, પલાસ ફળિયું, તા.લીમખેડા, જિ.દાહોદ) પોતાની મોટરસાઈકલ પર વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાલ્લી ગામે નાકાબંધીમાં ઉભેલી પોલીસને શંકા જતાં સંદિપભાઈને મોટરસાઈકલ સાથે ઉભો રાખ્યો હતો અને તેની પાસે રહેલા થેલાઓની તલાસી શરૂ કરી હતી. જેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૧૯૨ કિંમત રૂા.૨૮,૮૦૦નો જથ્થો મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે સંદિપભાઈની અટકાયત કરી હતી. લીમખેડા પોલીસે આ સંબંધે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છેદાહોદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકની અંદર ત્રણ અલગ-અલગ સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો હતો. તેમજ ત્રણ બુટલેગરો પણ ઝડપાયા હતા. જાેકે, એક બુટલેગર ફરાર છે. પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએથી કુલ રૂા.૯૭,૨૫૦નો દારુનો જથ્થો તેમજ ત્રણ બુટલેગરની અટકાયત કરી છે. જ્યારે એક બુટલેગર પોલીસને જાેઈ નાસી જવામાં સફળ થયો હતો. ઝાલોદ તાલુકાના સારમારીયા ગામેથી દારૂ ઝડપાયો હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ એક મોટરસાઈકલ પર હરદીપભાઈ રાકેશભાઈ વસૈયા (રહે. સાંપાઈ, તા.ઝાલોદ, જિ.દાહોદ) અને અંકિતભાઈ ઉર્ફે બાદલભાઈ શશીકાંતભાઈ હઠીલા (રહે. પારેવા, તા. ઝાલોદ, જિ.દાહોદ) પોતાની સાથે વિદેશી દારૂનો જથ્થો લઈ સારમારીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન નાકાબંધીમાં ઉભેલી પોલીસે આ બંન્નેની અટકાયત કરી તેઓની પાસે રહેલા થેલાઓની તલાસી કરી હતી. જેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૨૬૪ કિંમત રૂા. ૪૧,૨૪૦ ના જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો તેમજ મોટરસાઈકલ કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂદ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *