Gujarat

દિલ્હીમાં નરેન્દ્રમોદી સાથે નીતિન પટેલની અચાનક મુલાકાત

ગાંધીનગર
નીતિન પટેલને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવશે એવી વાતો વહેતી થઇ હતી, પરંતુ એવી કોઇ બાબત થઇ ન હતી. જાેકે આ મુલાકાત બાદ એવી વાત પણ જાણવામાં આવી છે કે તેઓ નીતિન પટેલને કેન્દ્ર સરકારના મહત્ત્વના વિભાગ કે કચેરીમાં હોદ્દો આપે એવી શક્યતા છે. આ તદ્દન ઔપચારિક મુલાકાત હતી. અઠવાડિયા પહેલાં મેં વડાપ્રધાનનો સમય માગ્યો હતો અને તેમણે મને મળવા બોલાવ્યો હતો. અમે બન્નેએ ૪૦ મિનિટ સુધી અલગ અલગ બાબતો પર ચર્ચા કરી હતી અને ઘણી જૂની અને નવી વાતો અંગે અમારી વચ્ચે ચર્ચા થઇ હતી.ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અચાનક મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ નીતિન પટેલે મોદી સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા હતા. આ મુલાકાતના ફોટોગ્રાફ્સમાં મોદી અને પટેલ બન્ને પ્રસન્ન મુખમુદ્રામાં જણાયા છે. આ મુલાકાત બાદ એવી ચર્ચા વહેતી થઇ છે કે નીતિન પટેલને નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર તરફથી કોઈ મહત્ત્વની જવાબદારી આપી શકે છે.

Nitin-patel-AD-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *