જુનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં ગઈકાલે મહિલા પી.એસ.આઇ એ.પી.ડોડીયા દ્વારા વંથલી શહેરમાં દિવાળી ના તહેવારો ને ધ્યાને લઈ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ સ્ટાફને સાથે રાખી શહેરના મુખ્ય માર્ગો પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.પેટ્રોલીંગ દરમિયાન શહેરના મુખ્યમાર્ગો પર નિયમો નું ઉલ્લંઘન કરી રસ્તા વચ્ચે બાઈક પાર્ક કરેલ બાઇક ચાલકો ને 17 N.C અને 2 બાઇક ડીટેન કરી કુલ 7700 રૂપિયા જેવી રકમ નો દંડ ફટકારતા વર્ષોથી ટ્રાફિક સમસ્યાથી પીડાતા ગ્રામજનો,વેપારીઓ અને રાહદારીઓ દ્વારા મહિલા પી.એસ.આઇ એ.પી.ડોડીયા ની સરાહનીય કામગીરી ને બિરદાવવામાં આવી હતી.
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી


