Gujarat

દુષ્કર્મ પીડિતા મરોલી જવાનું કહીને સુરત કેમ ગઈ ઃ તપાસ ચાલુ

વડોદરા
ઘરેથી મરોલી જવાનું કહીને યુવતી શા માટે સુરત આવી અને સુરત રેલવે સ્ટેશનથી ક્યાં ગઈ અને ક્યારે ગઈ તે તમામ બાબતે પોલીસની અલગ-અલગ ટીમો વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. યુવતી ૩ તારીખના રોજ તેની માતાને મરોલી જઈ રહી હોવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ મરોલી ગઈ કે કેમ, અને સુરતમાં શું કરતી હતી તે સવાલો સામે આવી રહ્યા છે.સુરતના રેલવે સ્ટેશન પર યુવતી ૧૦.૦૩ વાગ્યાના સમયે દેખાય છે. જેમાં યુવતીના કાનમાં હેડફોન જેવું કંઈ હોવાનું તથા ખભા પર ગુલાબી કલરનો થેલો અને સ્પોર્ટસ પ્રકારના બૂટ સાથે દેખાતી યુવતીની ચાલ પણ સામાન્ય છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરત રેલવે સ્ટેશન પર જાેવા મળેલી યુવતીનો કોઇ પીછો કરતું હોય તેવું જાેવા મળતું નથી. પોલીસની ટીમોએ ઓએસિસ સંસ્થા, પીડિતાના ઘર અને બનાવના સ્થળ વેક્સીન મેદાનની આસપાસમાં આવેલી તમામ નાની-મોટી લારીઓ, દુકાનોમાં જઇને પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારના ૧૧૩ જેટલા સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ બસ ચાલકે એક કાકા કે જે જેણે પીડિતાને ઓળખતા હોવાનું જણાવ્યું હતું તે કોણ છે તેની તપાસ કરાતાં તે સિક્યોરિટી ગાર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પિડીત યુવતીના ૨થી ૩ વિડીયો રવિવારે વાઇરલ થયા છે. આ વિડીયો એઓસિસ સંસ્થા દ્વારા યોજાયેલા મોટીવેશનલ કાર્યક્રમના છે જેમાં પિડીતા પોતાના જીવનના અનુભવ શેર કરી રહી છે. વિડીયોમાં પિડીતા જણાવે છે કે મે હક સે બોલ રહી હું આપ કો જાે મેરે સાથ કરના હે વો કરો, મે સબ કરને કો રેડી હું, સબ કુછ કરકે ભી મુજે કુચ બનના હૈ જાે મે બનકે રહુંગી ઉસકે લીયે મુજે કોઇ ભી કિંમત ચુકાની પડે..મુજે દિખાવે કી જરુર નહી હે.કયું મેરી લાઇફ મુજે આગે લે જાની હે..કયું મમ્મી પાપા કો પ્રાઉડ દીલાના હે યે બાત ક્લીયર હુઇ તો મેરી સારી કમ્પ્લેન દુર હો ગઇ પહેલે પ્રોબ્લેમ સે ભરા હુઆ માઇન્ડ થા, મુજે મેરી મરજી કે બીના આપ ભેજ ભી નહી સકતે, આપ કો જાે કરના હો વો કરો મેરે સાથ….મે રેડી હું.,… આ વિડીયોમાં એવું પણ જણાવાયુ હતું કે પિડીતા ભણવામાં ખુબ જ હોંશિયાર હતી અને ૧૨માં ધોરણમાં તેના ૯૫ ટકા આવતા સુરતની ખ્યાતનામ યુનિવર્સીટીએ તેને સ્કોલરશીપ આપવાનું પણ નક્કી કર્યું હતું.મરોલી જવાનું કહીને નીકળેલી યુવતી સુરત કેમ ગઇ અને તેણે સુરત સ્ટેશન પર કોઇ શખ્સ સાથે વાત પણ કરેલી હોવાનું જાેવા મળ્યું છે. તો આ યુવક કોણ છે તે સહિતના સવાલો ઘેરાયા છે. સુરત રેલવે સ્ટેશનના સીસીટીવીમાં યુવતી પાછળ ગુલાબી કલરના થેલા સાથે દેખાય છે. એક વાત એવી ચાલી રહી છે કે, યુવતીનો પીછો થઈ રહ્યો હતો. જાેકે સીસીટીવી પ્રમાણે યુવતી સામાન્ય સંજાેગોમાં જતી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *