ઉનાના દેલવાડા કૃષ્ણ ગૌશાળાની બાજુમાં માધવ સ્કૂલ દ્વારા આઝાદીના ૭૫ માં અમૃત મહોત્સવ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાય. જેમાં શાળાના આચાર્ય રમેશભાઇ મોરી તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રો તેમજ ગામના સરપંચ વિજયભાઈ બાંભણિયાની હાજરીમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. અને ગાંધીજીના સ્વચ્છતાના વિચારોને જીવનમાં ઉતારવા માટેના સાર્થક પ્રયત્નો કરવામાં આવ્યા. એક ટ્રેક્ટર ઘન કચરો એકઠો કરીને એ ચોકને સ્વચ્છ કરવામાં આવેલ હતો.


