ઊનાના દેલવાડા ગામે છેલ્લા ઘણા સમયથી દેશી અને વિદેશી દારૂનો અડ્ડો બની ગયો હોય તેમ દારૂની રેલમછેલ જોવા મળતી હોય ત્યારે ગામમાં દારૂનું વેચાણ કરનાર બૂટલેગરો બેફામ બની ગયા હોય જેના કારણે ગામમાં જ્યાં જોઇએ ત્યાં બૂટલેગરોએ અડ્ડો જમાવી દીધેલ અને મોટા ભાગના મજુરી કામ કરતા અને યુવાન શિક્ષીત વર્ગના લોકોમાં ભારે ગંભીર અસર પડેતી જોવા મળતી હોય છે. અને દારૂના સેવનથી લોકોના સ્વાથ્ય પર ગંભીર અસર પડી રહી હોય બૂટલેગરોને પોલીસનો પણ ડર ન હોય તેમ બેફામ રીતે અને ખુલ્લે આમ દારૂનુ વેચાણ કરી રહ્યા હોવાનો શૂર સાંભળવા મળેલ ત્યારે આ દારૂનું વેચાણ પોલીસની મીઠી નજર હેઠળ થઇ રહ્યુ છેકે શું તેવા અનેક સવાલો ગ્રામજનોમાં ઉભા થવા પામેલ આવા દેશી વિદેશી દારૂનું વેચાણ કરનારા સામે તાત્કાલીક યોગ્ય પગલ ભરી બંધ કરાવવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ.
