દાહોદ
દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ કારય છે. ગત રવિવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાંનો બલિ આપવામાં આવ્યો હતો. આ બકરાંના મટનના ભાગ પાડવામાં આવ્યા હતા, પોતપોતાના ભાગનું મટન લોકો ઘરે લઇ ગયા હતા. સાંજના સમયે તમામ ૧૩ લોકોને એકાએક જ મોઢામાંથી ફીણ નીકળવા ઉપરાંત ચક્કર આવવા લાગ્યા હતા. તબિયત બગડી હતી તે લોકોમાંથી કનુભાઇ સોમાભાઇ માવી, દલસિંહભાઇ ધનજીભાઇ માવી, બાબુભાઇ ફુલજીભાઇ માવી અને સનાભાઇ ભવનભાઇ માવીનાં મોત થઇ ગયાં હતાં. બીમાર થયેલા ૧૦ લોકોને ૧૦૮ દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પણ દેવગઢ બારિયા અને ભુલવણ ધસી જઇ તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય બચુભાઇ ખાબડ, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ સહિતના લોકો પણ દવાખાને દોડી ગયાં હતાં. આ ઘટનાની તપાસ માટે આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો મોડી રાત સુધી જાેતરાયેલી હતી. તબીબના પ્રાથમિક તારણ મુજબ ફૂડ પોઇઝનિંગથી જ તમામનાં મોત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાર વિધિમાંથી ઘરે લઇ જવાયેલા બકરાંનું મટન ખાધા બાદ તમામને ફૂડ પોઇઝનિંગ થયું કે પછી અન્ય કારણોસર એ અંગેની તપાસ શરૂ કરાઇ છે. જાેકે પોસ્ટમોર્ટમ બાદ અને એ દરમિયાન મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળે તેમ છે.દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં સાંજના સમયે ૧૪ લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી. આ પૈકીના ૪ લોકોનાં મોત થઇ જતાં ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. ૧૨ લોકોને દેવગઢ બારિયાના સરકારી દવાખાનમાં દાખલ કરાયા બાદ બેને રિફર કરાયા છે. તમામને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ત્યારે વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા હતા એની તપાસ શરૂ કરાઇ છે. જાેકે મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ સામે આવે તેમ છે.
