દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રહેવાસી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમાજવાદી પાર્ટીના પ્રમુખ તુષારભાઈ હાથલીયા જેઓ માહિતી અધિકાર અધીનીયમ
દ્વારા મોવાણ ગામ માં છેલ્લા ૫ વર્ષ માં સરકારશ્રી દ્વારા પાસ કરવામા આવેલ ગ્રાન્ટ તેમજ પાસ થયેલ ગ્રાન્ટ ના થયેલ ઉપયોગ ની માહીતી માગેલ અને સ્થળ તપાસ માટે તુષાર ભાઈ હાથલીયા મોવાણ ગામ માં પહોચેલ
ત્યાર બાદ મોવાણ ગામના રહેવાસી વી એન ગોજીયા નામના ભૂતપૂર્વ સરપંચ દ્વારા તુષાર હાથલીયા ને ટેલીફોનીક ધમકી આપવા માં આવી કે અમારા ગામ ની માહિતી મેળવા નું બંધ કરી દે નહી તો તારા હાથ પગ ભાંગી નાખશું અને તેને જાન થી મારી નાખવાની પણ ધમકી આપવા માં આવી હતી અને અભદ્ વ્યવહાર અને ગાળા ગાળી કરી હોવાની ફરીયાદ ખંભાળિયા તાલુકાના પોલીસ સ્ટેશન માં ફરીયાદ તુષારભાઈ હાથલીયા દ્વારા નોંધાવી હતી
અહેવાલ : વજસી વરવારીયા
