Gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લા સમાજવાદી પાર્ટીના જિલ્લા પ્રમુખ ને જાન થી મારી નાખવા ની ધમકી અપાતા આવેદન પત્ર આપ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રહેવાસી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમાજવાદી પાર્ટીના યુવાપ્રમુખ તુષારભાઈ હાથલીયા જેઓ માહિતી અધિકાર અધીનીયમ

દ્વારા મોવાણ ગામ માં છેલ્લા ૫ વર્ષ માં સરકારશ્રી દ્વારા પાસ કરવામા આવેલ ગ્રાન્ટ તેમજ પાસ થયેલ ગ્રાન્ટ ના થયેલ ઉપયોગ ની માહીતી માગેલ અને સ્થળ તપાસ માટે તુષાર ભાઈ હાથલીયા મોવાણ ગામ માં પહોચેલ
ત્યાર બાદ મોવાણ ગામના રહેવાસી વી એન ગોજીયા નામના ભૂતપૂર્વ સરપંચ દ્વારા તુષાર હાથલીયા ને ટેલીફોનીક ધમકી આપવા માં આવી કે અમારા ગામ ની માહિતી મેળવા નું બંધ કરી દે નહી તો તારા હાથ પગ ભાંગી નાખશું અને તેને જાન થી મારી નાખવાની પણ ધમકી આપવા માં આવી હતી અને અભદ્ વ્યવહાર અને ગાળા ગાળી કરી હોવાની ફરીયાદ ખંભાળિયા તાલુકાના પોલીસ સ્ટેશન માં ફરીયાદ તુષારભાઈ હાથલીયા દ્વારા નોંધાવી હતી ત્યાર બાદ તે ફરીયાદ અંગે વહેલી તકે આરોપી વિરૂદ્ધ તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવામાં આવે
અને આવા અસમાજીક તત્વો ની જાનથી મારી નાખવાની ધમકી થી પોતાની જાન જોખમમાં હોવાની જાણ કરવા અંગે અને તે ઓને તાત્કાલીક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સમાજવાદી પાર્ટી દ્વારા Dysp સાહેબ દ્વારકા તેમજ કલેકટર સાહેબ દેવભૂમિ દ્વારકા ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
અહેવાલ વજસી વરવારીયા મોટા આસોટા

IMG_20211101_151627.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *