Gujarat

દેશની સુરક્ષિતતા,અખંડિતતા અને મા ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવાનો દિન એટલે સશસ્ત્ર સેના ધ્વજદિન

દેશભરમાં ૦૭ ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘીએ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીની શરૂઆત પોતાનું અંગત અનુદાન આપી કરી હતી. મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહીર પટેલ તથા અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડ્યાએ પણ યોગદાન આપી દેશના વીર જવાનો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતાઅખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/કર્મચારીઓશાળાકોલેજોના પ્રિન્સીપાલોદાતાઓમાજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘીએ અપીલ કરી હતી. આ ફાળાની રકમ “કલેકટર અને પ્રમુખશ્રીજિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ” લાલ બંગલોજામનગર ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વિકારવામાં આવે છે તેમજ આ કચેરીનો સંપર્ક નંબર ૦૨૮૮-૨૫૫૮૩૧૧ છે.

આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી જામનગરના શ્રી નરેન્દ્રસિંહ જાડેજાશ્રી રહીશ ઘાંચીજીતેન્દ્રગીરી ગૌસ્વામીહાલાર માજી સૈનિક મંડળના પ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજામહિલા કલ્યાણ વ્યવસ્થાપક રેખાબેન દુદકીયાશ્રી પ્રવિણસિંહ જાડેજા સહિતના પૂર્વ સૈનિકો વગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *