ભાવનગર
સમગ્ર રાજ્યની સાથે સાથે ભાવનગર શહેર-જિલ્લામાં વસતાં દાઉદી વ્હોરા સમાજના લોકોના ધર્મગુરૂ ડોક્ટર સૈયદ મહંમદ બુરહાનુદ્દીન સાહેબની ૧૧૧મા જન્મદિન તથા વર્તમાન ધર્મગુરૂ ડો. અલીકદર સેફુદ્દીન સાહેબની ૭૮મા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત દાઉદી વ્હોરા સમાજના લોકો અંજુમન બુરહાની જમાત કમિટીની આગેવાનીમાં એકઠા થયા હતા અને શહેરના વિવિધ માર્ગો પર ઝુલુસ કાઢ્યું હતું. આ સિવાય તેમણે દરગાહમાં નમાઝ અદા કરી સામુહિક બંદગી સાથે ધર્મગુરૂની વાઅઝ (કથા) સાંભળી હતી. આ અવસરે દાઉદી વ્હોરા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ભાવનગર શહેરમાં વસતાં દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા સમાજના ધર્મગુરુઓના જન્મદિન નિમિત્તે આજે ગુરૂવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ધર્મગુરૂ ડોક્ટર સૈયદ મહંમદ બુરહાનુદ્દીન સાહેબનો ૧૧૧મો જન્મદિવસ તથા વર્તમાન ધર્મગુરૂ ડો. અલીકદર સેફુદ્દીન સાહેબનો ૭૮મો જન્મદિવસ હોવાથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં ઝુલુસ યોજીને દરગાહમાં સામુહિક બંદગી કરવામાં આવી હતી.


