ધોરાજીમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ કુંભારવાડા ધોરાજી દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે તારીખ ૧૦-૧-૨૦૨૧ ને રવિવારના રોજ બાળકોને વિનામૂલ્યે પતંગ વિતરણ ધોરાજીના મામલતદાર શ્રી જોલાપરા સાહેબ તથા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ બાલધાની ઉપસ્થિતિમાં કરેલ જેમાં આશરે સંસ્થા દ્વારા બે હજારથી પણ વધારે પતંગ નું વિતરણ કરેલ જેમાં આશરે 300 બાળકોએ લાભ લીધેલ તેમજ ટ્રસ્ટ દ્વારા બાળકોને તથા વાલીઓને સમજણ આપી જણાવેલ કે ઈલેક્ટ્રીક તાર થી દૂર રહેવું તેમજ કપાયેલા પતંગ પાછળ દોડવું નહીં તેમજ વહેલી સવારે તેમજ ઢળતી સાંજના સમયે પતંગ ઉડાડવી નહીં જેથી કરીને પક્ષીઓને ઇજા ન થાય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એ વી બાલધા દિનેશ ઠુમર ચેતન બાલધા શૈલેષ બાલધા જેન્તી બાલધા વગેરે નાના-મોટા કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવે