Gujarat

ધ્રાંગધ્રા આમ આદમી પાર્ટી નાં મુખ્ય 3 હોદેદારો ભાજપ સાથે જોડાયા.

ધ્રાંગધ્રા આમ આદમી પાર્ટી નાં મુખ્ય 3 હોદેદારો એ પાર્ટી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી નો હાથ જાલ્યો હતો.
આ તકે સુખાલાલ ભુવા જેવા પાર્ટી નાં સૌથી જુના અને આમ આદમી પાર્ટી ધ્રાંગધ્રા નું મૂળ ગણાતા વરિષ્ઠ આગેવાને પાર્ટી સાથે છેડો ફાડતા  ગુજરાત અને દિલ્હી મુખ્ય કાર્યાલય સુધી ભડકો થયો હતો અને પાર્ટી આ દિશમાં આત્મચિંતન કરશે એમ હાલ સૂત્રો માધ્યમ થી જાણવા મળ્યું હતું.
    જો કે સુખાલાલ સાથે યુવાન સામાજિક કાર્યકર જોગેશભાઈ ઘેલાણી જેઓ આપ માં શહેર ઉપપ્રમુખ હતાં અને જેસીંગ બજરંગી જેઓ આમ આદમી પાર્ટી નાં શહેર મહામંત્રી હતાં આ ત્રણેય મુખ્ય હોદેદારો પાર્ટી થી નારાજ થઈ ને છેડો ફાડ્યો હતો.
    ધ્રાંગધ્રા નાં લોકલાડીલા આઈ કે જાડેજા નાં નિવાસ સ્થાને એમના જ હસ્તે ખેસ ધારણ કરીને તેઓ વિધિવત ભાજપ માં જોડાયા હતાં.
જો કે આ તકે મીડિયા સાથે ની વાતમાં વડાપ્રધાન મોદી નાં કાર્યો થી પ્રેરાવા સાથે મુખ્ય કારણમાં હિન્દૂ આરાધ્ય ભગવાન રામ વિરુદ્ધ માં પાર્ટી નાં સભ્યો એ બોલેલા શબ્દો થી નારાજગી નાં લીધે તેઓ ભાજપ માં જોડાયા છે એમ જણાવ્યું હતું.

IMG-20211017-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *