(43 કિલોમીટર ની મેરેથોન 4.05 કલાકમાં પુરી કરી)
(યુવાનને ધ્રાંગધ્રાની સાઇકલ સ્પર્ધામાં આઈ.કે.જાડેજા હસ્તક એવોર્ડ અપાયો હતો)
ધ્રાંગધ્રા :
અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની મોટી 43 કિલોમીટરની લાંબી મેરેથોન દોડમાં રાજ્યભરમાંથી અનેક યુવાનોએ ભાગ લીધો હતો જેમાં ધ્રાંગધ્રા નાં યુવાન ધ્રુવ પરમાર વિજય થઈ ને ઝળક્યા હતાં.
ધ્રાંગધ્રાનાં સાધારણ કુટુંબમાંથી આવતા ધ્રુવ રાજેશભાઈ પરમારે પોતાની શ્રેષ્ઠ મહેનત સાથે અસાધારણ કામ સરળતાથી કરી બતાવ્યું હતું. જો કે ધ્રુવ અત્યંત ચપળ હોવા સાથે રમત ગમત નો શોખીન રહ્યો છે હમણાં હાલમાં જ ધ્રાંગધ્રા ખાતે યોજાયેલી સાઇકલ સ્પર્ધામાં પણ પ્રથમ આવ્યો હતો જેમાં ધ્રાંગધ્રાનાં લોકલાડીલા આગેવાન આઈ. કે. જાડેજા એ આશીર્વાદ સાથે એવોર્ડ એનાયત કર્યોં હતો.
ધ્રુવ પરમાર ની આ સિદ્ધિ થી આખા ધ્રાંગધ્રા અને ખાસ તો રમતપ્રેમી યુવાનોમાં આનંદ ની લાગણી છવાઈ હતી. ધ્રુવ નાં માતા બેનાબેન અને પીતા રાજેશ ભાઈ દ્વારા ધ્રાંગધ્રા શહેર ભાજપ નાં રમત ગમત ક્ષેત્ર માં થતાં આયોજન ને વખાણ્યું હતું, શહેર ભાજપ ધ્રાંગધ્રામાં રમત ગમત ને વધુ થી વધુ પ્રાધાન્ય આપતી રહે અને ધ્રુવ જેમ ધ્રાંગધ્રા નાં અન્ય યુવાનો પણ સતત આવી પ્રવૃત્તિ માં જોડાય અને પોતાના ઘર, પરિવાર તથા ગામ નું નામ રોશન કરે એવી ઈચ્છા બતાવી હતી.


