Gujarat

ધ્રાંગધ્રા પંથક માટે આઈ કે જાડેજા એટલે વરદાન સ્વરૂપ વ્યક્તિત્વ. 

(તાલુકા આખાની નાનામાં નાની બાબત હોય કે જટિલ પ્રશ્ન, હર હંમેશ લાભદાયી કામગીરી)
સ્લગ :
ધ્રાંગધ્રા તાલુકા નાં માલવણ વાવડી રોડ ઉપર ચોમાસા ની અતિ વૃષ્ટિ માં પાણી કોઝવે ઉપર ફરી વળ્યાં હતાં જેમાં અવર જ્વર કરતાં દશ રાહદારીઓ પૂર માં તણાયા હતાં અને 9 નાં કરુણ મૃત્યુ થયાં હતાં. આ ઘટના ની ગંભીરતા બાદ ત્યાં કોઝવે નાં બદલે મેજર બ્રિજના નિર્માણ ની લોકમાંગ ઉઠી હતી. ફલકું નદી નો પટ આ રોડ ઉપર થી પસાર થતો હોવાની સાથે માલવણ, ઈસદ્રા, વાવડી સહીત અન્ય ગામો નાં લોકોની સતત અવરજવર વાળો જરૂરી રસ્તો હોઈ ભવિષ્યમાં આવી ગોજારી ઘટના સંભવિત જ ન બને એ દિશામાં કાયમી સુખાકારી વિચારી ને સ્વર્ણિમ ગુજરાત નાં કાર્યકારી અધ્યક્ષ આઈ કે જાડેજા એ હમણાં માર્ચ 2021 માં તત્કાલ ધોરણે ત્યાં મેજર બ્રિજ બનાવવાની રજુઆત  એ સમયના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ ને કરી હતી. આઈ કે જાડેજા ની રજુઆત ને વિશેષ ભાર અને સન્માન સાથે સચિવાલય થી લઇ ને પ્રશાસન લેતું રહ્યું છે તયારે માર્ગ અને મકાન વિભાગ તરફ થી 7 કરોડ નાં ખર્ચે બ્રિજ બનાવવાના કામ ને મંજૂરી આપવામાં આવતા માલવણ, ઈસદ્રા અને વાવડી નાં ખેડૂતો અને ગામજનો એ આઈ કે જાડેજા નો આભાર વ્યક્ત કર્યોં હતો.

1637849317749.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *