ધ્રાંગધ્રા માલવણ હાઇવે રાહદારીઓ નાં શિરદર્દ સમાન બનતો જાય છે. છેલ્લા નવ વર્ષથી અહીં બનતો ઓવરબ્રિજનાં અતિ ધીમા કામ નાં લીધે રાહદારીઓ ને અવારનવાર ટ્રાફિક જામનું ભોગ બનવું પડતું હોય છે.
નાની બાબતો કે નાનાં કે મોટા એક્સિડન્ટ નાં લીધે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો આ હાઇવે ઉપર રોજિંદા બની ગયાં છે. આ હાઇવે ઉપર છેલ્લા 9 વર્ષથી ઓવરબ્રિજ નું કામ છે જે સાવ મંદ ગતિએ ચાલી રહ્યું છે સાથે આ કામમાં ભ્રષ્ટ્રાચારની અનેક ફરિયાદો પણ લોકમુખે વારંવાર સાંભળવામાં આવી છે. એક બાજુ પેટ્રોલ હાલ વૈશ્વિક ભાવ તોલથી મોંઘુ છે તયારે કલાકો સુધી થતાં ટ્રાફિક જામ થી રાહદારીઓને આર્થિક બોજો સહન કરી ને પરેશાન થાવું પડે છે. આજ નાં ટ્રાફિકમાં અમદાવાદ તરફ જતાં ભાવેશભાઈ દવે કે જે ધ્રાંગધ્રા નાં જાણીતા સામાજિક કાર્યકર છે અને આ વિસ્તારના હિત માટે યોગદાન આપતાં રહ્યા છે તેઓ એ અર્ધનગ્ન બની L&T નાં અધિકારીઓ ઉપર પોતાનો રોષ ઠાલવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાઇવે નું નિર્માણ ટ્રાન્સપોર્ટેશન સરળ બને અને ઓછા સમયમાં વધુ સવલતો મળી શકે એના માટે હાથ ધરાતું હોય છે પણ એના થી વિપરીત આ રોડ ઉપરનો હાઇવે લોકો નો અવારનવાર સમય બરબાદ કરી રહ્યો છે. આજે આ ટ્રાફિક ગુરુવાર સવાર નાં 4 વાગ્યાં થી શિરદર્દ બન્યો હતો જે મોડી સાંજે 8 વાગ્યાં સુધી પણ રેગ્યુલર નહોતો બન્યો. ઉચ્ચ વહીવટી તંત્ર આ દિશામાં કયારેય કારાત્મક પગલાંઓ સાથે પરિણામ આપી શકશે કે નહિ એ વિષય રાહદારીઓ ની મુખ્ય ચિંતા બન્યો છે.
રિપોર્ટ : હિતેશ રાજપરા