(ત્રણ નંગ બોટલ કિમત રુપિયા ૧૫૦૦નો ઝડપી લઇ કાયઁવાહી હાથ ધરી)
ધ્રાગધ્રા: ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા વિદેશી દારુની અસામાજીક પ્રવૃતિ ડામવા સ્થાનિક પોલીસે પ્રયત્નો હાથ ધયાઁ છે તેવામાં સીટી પોલીસના પીઆઇ એમ.બી. દેસાઇ, દશરથભાઇ રબારી, વિક્રમભાઇ સહિતનાઓ પેટ્રોલીંગમા હતા તેવા સમયે ખાનગી બાતમીના આધારે શહેરના મોચીવાડ વિસ્તારમા એક શખ્સને શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડતા તેને અટકાવી તપાસ કરતા તેની પાસેથી ત્રણ નંગ વિદેશી દારુની બોટલ કિમત રુપિયા ૧૫૦૦ની મળી આવી હતી જ્યારે આ શખ્સને પુછપરછ દરમિયાન પોતે અજુ માણેક હોવાનુ જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા નગરમાં લોકચર્ચાઓ હતી કે અજુ માણેક નામનો શખ્સ બેખૌફ બનીને વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે જે હાલ ઝડપાતા વિદેશી દારુની બોટલ કોની પાસેથી મેળવી તથા કોને આપવાની હતી સહિતની વધુ તપાસ માટે સીટી પોલીસ ખાતે લઇ જઇ પોલીસે ફરીયાદ હાથ ધરી વધુ તપાસ આદરી હતી.