Gujarat

ધ્રાંગધ્રા શહેરની અંબિકા મંડળ ગરબી ઉપર પીપળાનું ઝાડ પડ્યું : સદનસીબે જાનહાની ટળી

ધ્રાંગધ્રા :
માં આદ્યશક્તિ નાં નવલા નોરતા ચાલી રહ્યા છે તયારે સૌ અવસરે માતાજી ને રીઝવવા આરતી પૂજા કરતાં હોય છે સાથે શેરી અને સોસાયટીઓમાં ગરબી મૂકીને રાત્રી સમયે ત્યાં વિસ્તારના લોકો ગરબા ગાતા હોય છે.
ધ્રાંગધ્રા શહેર માં અનેક પ્રાચીન ગરબી આવેલી છે સાથે ઘણી શેરીઓમાં પરંપરાગત ગરબી અવિરત ચાલું જ હોય છે. જેમાં વહેલી સવારે એક ગરબીમાં માતાજીની અસીમ કૃપા થઈ હોય એમ મોટી દુર્ઘટના માત્ર એક બનાવ જેમ ઘટી ગઈ હતી. વહેલી સવારે પીપળા નું મોટુ ઝાડ અચાનક ગરબી ઉપર પડતા વીજવાયરો ખુલ્લા થઈ ગયા હતાં અને ગરબી ને નુકશાન થયું હતું જો કે રાત્રી સમયનો બનાવ હોત તો ઘેલડી પા વિસ્તાર માં અવર જ્વર પણ ચાલું હોય છે સાથે વિસ્તારના લોકો ગરબા પણ રમતા હોત.
ઘટના ની જાણ પાલિકા અને PGVCL ને થતાં તેમનો સ્ટાફ તત્કાલ ઘટના સ્થળે આવીને લોકો ને કોઈ નુકશાન ન પહોંચે તે રીતની ત્વરિત કાર્યવાહી કરી હતી.

IMG-20211009-WA0104.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *