Gujarat

ધ્રાંગધ્રા શહેરની પાંચ સ્કુલોને નગરપાલિકા દ્વારા સીલ કરવામા આવી.

ગુજરાત હાઇકોટઁ દ્વારા સ્કુલ તથા કોલેજોમા ફાયર સેફ્ટીની પરમિશન ફરજીયાત માટેનો આદેશ કરતા સમગ્ર રાજ્યમા કેટલીક ફાયર સેફ્ટી વગર ચાલતી ઇમારતોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
તેવામાં ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પણ ધ્રાંગધ્રા શહેરની કેટલીક ફાયર સેફ્ટી વગર ચાલતી ઇમારતો સામે કડક કાયઁવાહી હાથ ધરાઇ છે જેમા ધ્રાંગધ્રા શહેરની પાંચ સરકારી સ્કુલોને ફાયર સેફ્ટી નહિ હોવાના લીધે નગરપાલિકા દ્વારા અગાઉ નોટીસ ફટકારાઇ હતી પરંતુ નોટીસને ગંભીરતાની નહિ લેતા શહેરની અજિતસિંહજી હાઇસ્કુલ, આઇ.ટી.આઇ સહિત ત્રણ પ્રાથમિક સ્કુલોને નગરપાલિકા દ્વારા સીલ કરવાની કામગીરી શરુ કરાઇ હતી જેમા ધ્રાંગધ્રા શહેરની સર અજીતસિંહજી હાઇસ્કુલ, આઇ.ટી.આઇ, પ્રાથમિક શાળા નંબર 3, 5 તથા 12ની ઇમારતોને ફાયર સેફ્ટી વગર સીલ કરાઇ હતી.હાલ  માત્ર એડમિનિસ્ટ્રેશન ઓફિસ એટલે કે પ્રિન્સિપાલ ની ઓફિસ ને સીલ કરીને માત્ર નોંધપાત્ર કામગીરી ફરજના ભાગરૂપે બતાવવામાં આવી છે એવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે તયારે સરકારી સ્કૂલો હજી પણ જવાબદાર નહિ બને તો પાલિકા તંત્ર કડક કાર્યવાહી સાથે આખી બિલ્ડીંગ શીલ કરશે એમ પણ આજની કાર્યવાહી જોતા સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નામદાર હાઇકોર્ટ અને રિજનલ ફાયર ઓફિસર નાં કડક આદેશ છે તેમ છતાંય જે સ્કૂલો, હોસ્પિટલો કે મોટી ઇમારતો એ ફાયર સેફટી અંગેના NOC માટેની પ્રક્રિયા કરી નથી તેવી તમામ ઇમારતો ને હાલ ફરજીયાત સીલ કરવામાં આવશે. તયારે જવાબદાર સ્કૂલ અને એમનું ઉપલું વહીવટીતંત્ર મનસ્વીપણું છોડીને વિદ્યાર્થીઓ નાં શૈક્ષણિક ભવિષ્યને લઈને ગંભીર બને એ જ આવનારા સમયનો તકાજો બની રહેશે

Screenshot_20211005_184346.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *