(મોરબી ખાતે રહેતા પતિ પોતાની પત્નીને લેવા માટે ધ્રાંગધ્રા આવતા પ્રેમીએ લમધાયોઁ)
ધ્રાંગધ્રા: મોરબી ખાતે રહેતા ફિરોજભાઇ હાજીભાઇ લંઘાના લગ્ન ધ્રાંગધ્રા નવાનગર ખાતે નગમાબેન સાથે થયા હતા. જેઓના મોટા બેનની ડિલીવરી સમયે નગમાબેન પોતે ધ્રાંગધ્રા પોતાના પિયરમાં આવેલ હોય અને ડિલીવરી બાદ પણ પોતાના સાસરે મોરબી ખાતે નહિ જતા ફિરોજભાઇ દ્વારા પોતાના પત્નિને સમજાવી લઇ જવા માટે ધ્રાંગધ્રા ખાતે આવ્યા હતા જે દરમિયાન પતિ ફિરોજભાઇને પોતાના પત્નિના અન્ય પુરુષ સાથેના સંબંધની શંકાને લઇને મોબાઇલની માંગ કરતા પત્નિ નગમાબેન દ્વારા શક્તિ ઠાકોર તથા અન્ય બે ઇસમોને બોલાવી પોતાના પતિ ફિરોજભાઇ પર હુમલો કરાવ્યો હતો. આ હુમલા દરમિયાન ફિરોઝભાઇના બાઇકમા પણ તોડફોડ કરી 3000 રુપિયાનું નુકશાન કરતા સસરા દાઉદભાઇએ મામલો થાળે પાડી ફિરોજભાઇને માર મારવાના મામલે પોતે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પત્નિ નગમાબેન, શક્તિ ઠાકોર તથા અન્ય બે અજાણ્યા ઇશમો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
