Gujarat

ધ્રોલ વિસ્તારમાં ફટાકડાના સંગ્રહ/વેચાણ માટેના હંગામી પરવાના મેળવવા બાબત

આગામી તા.૦૪-૧૧-૨૦૨૧ના રોજ દિવાળીનો ઉત્સવ હોય, દિવાળી પર્વ અન્વયે વેપારીઓ દ્વારા સબ ડિવિઝનલ કચેરી અંતર્ગતના વિસ્તારમાં ફટાકડાના વેચાણ કરવા માટે કચેરી ખાતે હંગામી ધોરણે ફટાકડા લાયસન્સ મેળવવા અરજી કરવામાં આવતી હોય છે, ત્યારે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધ્રોલના ધ્યાન પર આવેલ છે કે, વેપારીઓ દ્વારા દિવાળીના તહેવારના છેલ્લા દિવસો સુધી અરજી કરવામાં આવે છે. જેથી સંબંધિત અધિકારીશ્રીઓના આ અંગેના અભિપ્રાયો મંગાવતા તથા સંબંધિત અધિકારીઓનો અભિપ્રાય થઈ આવતા થોડો સમય પસાર થાય છે, જેથી ફટાકડા લાઇસન્સ આપવાની પ્રક્રિયા દિવાળી સુધી ચાલુ રહે છે અને આ કારણોસર વેપારીઓ તેમજ લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. આ વર્ષ આવું ન બને તે માટે ધ્રોલ સબડિવિઝન વિસ્તારના વેપારીઓને જણાવવામાં આવે છે કે, હંગામી ધોરણે ફટાકડા લાયસન્સ મેળવવા માટેની અરજી મોડામાં મોડી તા.૧૪-૧૦-૨૦૨૧ સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધ્રોલની કચેરી ખાતે કરવી. જેથી સંબંધિત આનુસંગિક કાર્યવાહી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાય. તા. ૧૪-૧૦-૨૦૨૧ પછી કરવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધ્રોલ ની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *