Gujarat

નડિયાદના હાથનોલીમાં જીઈબીના લાઈનમેનને લાકડી ફટકારી

નડિયાદ
મહેમદાવાદ તાલુકાના છાપરા ગામે રહેતા રાજેશ નટુભાઈ સોઢા પોતે નડિયાદ ગ્રામ્ય પેટા વિભાગની કચેરીમાં લાઈનમેન તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે કામ કરતાં યશવંત ડાભી બંન્ને ઈલેવન કે. વી દાવડા ફીડરની જીયો મેપીંગની કામગીરી સોંપેલ હતી. આથી ગતરોજ સવારે નડિયાદના હાથનોલી તરફ જીયો મેપીંગની કામગીરી કરી રહ્યા હતા. કામગીરી કરતાં કરતા હાથનોલીના બીલી વિસ્તારમાં આવ્યા હતા. જ્યાં મનીષ ઉર્ફે ભલો મંગળ ચૌહાણના મકાન પાસે મેપીંગની કામગીરી કરવા માટે ગ્રાહક નંબરની જરૂર પડતાં તેમની પાસે લાઈટબીલ માંગતા તેઓએ અમારી પાસે કેમ માંગો છો તેમ કહી લાઈનમેનને લાફો ઝીંકી દીધો હતો. તો વળી વાત વણસતાં તેનું ઉપરાણું લઈ આવેલા હિતેશ ઉર્ફે ઈમો મંગળભાઈ ચૌહાણે લાકડીની ઝાપટો ફટકારી હતી અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ અંગે લાઈનમેન રાજેશ સોઢાએ ઉપરોક્ત બન્ને સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.નડિયાદના હાથનોલી ગામે બે શખ્સોએ ય્ઈમ્ના લાઈન મેન સાથે ઝઘડો કરી લાકડી ફટકારી હતી. લાઈન મેને જીયો મેપીંગ કરવા લાઈટબીલ માંગતા મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *