શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, ખંભાળીયા હાઇવે રોડ, જામનગર ખાતે નિયામક શ્રી નશાબંધી અને આબકારી ગાંધીનગર થી ઉપસ્થિત રહેલ શ્રી સુનિલકુમાર (I.A.S.)ની અધ્યક્ષતામાં વ્યસન મુકિત પ્રચાર પ્રસાર અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં સ્વામીનારાયણ ગુરુકુળના નર્સિંગ, ફિઝિયોથેરાપી, બી.એસ.સી.ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને તમાકુ, બીડી, સિગરેટ તથા દારૂ જેવા તમામ વ્યસનોથી દુર રહેવા તથા તેઓના પરિવારના સભ્યો અને મિત્ર મંડળોમાં જો કોઇ આવુ વ્યસન કરતુ હોય તો તેઓને પણ આ વ્યસનની બદીથી દુર રાખવા અપીલ કરી હતી. તેમજ ગાંધીજીના જીવન કવન વિશે વિગતે માહિતી આપી હતી. નિયામકશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે લઠ્ઠા કાંડથી જે મૃત્યુ થાય છે તેમાં તમામ ગુનેગારને ફાંસીની સજા મળે એ કાયદો ગુજરાતમાં પસાર કરેલ છે. તેમજ આજના યુવાઓમાં ફેસબુક, વોટ્સએપ, ગેમિંગ તથા ઇન્ટરનેટ આ તમામ માધ્યમોનો સદઉપયોગ થાય તેવા હેતુથી તેનો ઉપયોગ કરવા સુચન કરેલ. અને આજની યુવા પેઢીને આસન, પ્રાણાયામ તથા યોગ તરફ વળવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં સ્વામીનારાયણ ગુરુકુળના શ્રી મહેશભાઇ સોરઠીયા, જિલ્લા મહિલા બાળવિકાસ અધિકારી શ્રી ચંદ્રેશ ભાંભી, શ્રી પી.એમ.જાડેજા મોટીવેશનલ સ્પીકર ઉપસ્થિત રહેલ હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી સહદેવસિંહ વાળા, અધિક્ષક, નશાબંધી અને આબકારી, જામનગર અને તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી.