Gujarat

નસવાડીમા જિલ્લા કક્ષા ની બિરસા મુંડા ની જન્મ જ્યંતી ની ઉજવણી કરાશે બિરસા મુંડા ની જન્મ જ્યંતી ની ઉજવણી ને લઈ જિલ્લા કલેકટર નસવાડી એકલવ્ય મેદાન ની મુલાકાત કરી તિરંદાજીનો આનંદ લૂટ્યો 

કેન્દ્રની મોદી સરકારે બિરસા મુંડા જન્મ જ્યંતીની ઉજવણી જનજાતિ ગૌરવ દિન તરીકે ઉજવાનું નક્કી કર્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઉજવણી નસવાડી એકલવ્ય એકેડમીના પંટાગણમાં કેન્દ્રિય સ્ટીલ મંત્રી રામચદ્ર પ્રસાદ સિંઘ બિરસા મુંડા જન્મ જ્યંતી ની ઉજવણી હાજરી આપવા આવવાના હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર સ્તુતિ ચારણ જીલ્લા વિકાસ અધિકારી ગંગાશીંગ તેમજ નાયબ કલેકટર ઉમેશભાઈ શાહ તથા જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે નસવાડી એકલવ્ય એકેડમી ખાતે તૈયારીનું  નિરીક્ષણ કરી કલેકટર સ્તુતિ ચારણ દ્વારા અધિકારીઓ ને સૂચન કરી યોગ્ય માર્ગ દર્શન આપી હળવાશની પળોમાં કલેકટર દ્વારા તિરંદાજી કરી સમગ્ર અધિકારીઓને તિરંદાજી કરવા કહેતા તંત્રના અધિકારીઓ માં ખુશી છવાઈ હતી,,,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20211113-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *