અમદાવાદ: પંચમહાલ જિલ્લાની મોરવા હડફ બેઠક (Morva Hadaf Constituencies) પરના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું (Bhupendra Khant) લાંબી માંદગી બાદ આજે અવસાન થયું છે.
મોરવા હડફ બેઠકના (Morva Hadaf Constituencies) પૂર્વ ધારાસભ્ય (Former MLA) ભૂપેન્દ્ર ખાંટ (Bhupendra Khant) છેલ્લા 6 મહિનાથી બીમાર હતા. આથી તેમને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યાં હતા. આ દરમિયાન રસ્તામાં કઠલાલ નજીક તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હવે મોરવા હડફના વિરાણીયા ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.
જણાવી દઈએ કે, પંચમહાલ જિલ્લાની આદિવાસી અનામત બેઠક મનાતી મોરવા હડફ (Morva Hadaf Constituencies) પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટના (Bhupendra Khant) ધારાસભ્ય પદને લઈને વિવાદ થયો હતો. જેમાં ભૂપેન્દ્ર ખાંડના જાતિ પ્રમાણ પત્રને લઈને હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ બેઠક પર ઉપર ભાજપના ઉમેદવારે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભેલા ભૂપેન્દ્ર ખાંટ (Bhupendra Khant)આદિવાસી નથી તેવો વાંધો લીધો હતો.
જે બાદ ભૂપેન્દ્ર ખાંટ (Bhupendra Khant) વિરુદ્ધ જાતિ પ્રમાણપત્રને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેના પગલે વિધાસભામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કર્યા હતા.


