Gujarat

પત્નીએ પતિને પૈસા ન આપતા માથાના ભાગે દંડાથી ફટકારી

અમદાવાદ
અમદાવાદ શહેરના દાણિલીમડા વિસ્તારમાં રહેતી પરીણિતાએ અગિયાર વર્ષ પહેલા પતિ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. તેને સંતાનમાં એક દીકરો છે. પરીણિતાના લગ્ન થયાંના ત્રણ વર્ષ બાદ તેનો પતિ નાની નાની બાબતોમાં પરીણિતા સાથે ઘરમાં ઝગડા કરતો હતો. પતિના વધેલા ત્રાસને કારણે પરીણિતા તેના પિયરમાં રહેવા ગઈ હતી. પરંતુ તેની માતાએ સંતાનની જિંદગી અને સંસાર બગડે નહીં તેમ સમજાવીને ફરીથી પતિના ઘરે રહેવા મોકલી હતી. પતિ તેની પત્નીને કહેતો હતો કે તું તારા માતાપિતાના ઘરેથી કોઈ સરસામાન કે દાગીના લાવી નથી. તું મને કમાઈને પૈસા આપ એમ કરીને હેરાન કરતો હતો. એક વર્ષ પહેલાં પણ પતિએ પત્નીને મારી હતી જેના કારણે પત્નીને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. ત્યાર બાદ પતિએ ગાડી છોડાવવા માટે પત્નીને કહ્યું હતું કે મારે ગાડી છોડાવવી છે. તું તારા માં બાપ પાસેથી પૈસા લઈ આવ. જેથી પત્નીએ તેના પિતા અને બનેવી પાસેથી ગાડી લેવા માટે પતિને પૈસા આપ્યા હતાં. તે છતાંય પતિનો કકળાટ ઓછો નહોતો થયો. પતિએ પત્નીને કહ્યું હતું કે તું મને પૈસા આપ મારે મકાન માલિકને આપવા છે. એવું કહીને પત્નીને ગંદી બિભત્સ ગાળો બોલી હતી અને વાળ પકડીને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. પતિએ પત્નીના માથામાં દંડાથી બે ત્રણ ફટકા માર્યા હતાં. તેણે પત્નીને કહ્યું હતું કે જાે તું પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાંખીશ. ઈજાગ્રસ્ત પત્નીએ સારવાર માટે એલજી હોસ્પિટલમાં ગઈ હતી. જ્યાં તેને આઈસીયુ વોર્ડમાં સારવાર માટે રાખવામા આવી હતી. પતિના ત્રાસના કારણે કંટાળેલી પત્નીએ આખરે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર રાજ્યમાં દહેજની બાબતે પરીણિતા પર અત્યાચાર ગુજારવાનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં એક પરીણિતાને દહેજ માટે પતિ ખૂબજ હેરાન કરતો હતો. નાની નાની વાતોમાં મારઝૂડ કરતો અને ગંદીગાળો બોલીને પરીણિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. પતિના આ પ્રકારના વર્તનથી કંટાળીને પરીણિતા તેના પીયરમાં રહેવા ગઈ હતી. પરંતુ સંતાન અને સંસારને ધ્યાને રાખીને તે ફરીથી પોતાના પતિ પાસે રહેવા ગઈ હતી. પરંતુ પતિ દ્વારા પત્ની પર ત્રાસ ગુજારવાનું ચાલુ રહેતા આખરે કંટાળેલી પરીણિતાએ દાણિલીમડા પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *