Gujarat

પરિણીતાના આપઘાત કેસમાં પતિ, સાસુ, સસરાં સામે ગુનો

હિંમતનગર
સાગપુર ગામમાં પતિ, સાસુ, સસરા સાથે રહેતા સુમનબેન ઘેર હતા. સાસરી પક્ષના લોકોની કેફીયત અનુસાર સાંજે લાઇટ જતી રહ્યા બાદ ગુમ થઇ ગયા હતા. સાસરિયાઓ દ્વારા અને પિયર પક્ષના માણસો દ્વારા પણ શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ભાળ મળી ન હતી અને બીજા દિવસે સાંજે છએક વાગ્યાના સુમારે સાગપુર ગામના ચેહરસિંહ જગતસિંહ પરમારે ફોન કરીને જાણ કરી હતી કે સુજલામ સુફલામ કેનાલના પાણીમાં એક મહિલાની લાશ જાેવા મળી છે. ત્યાં જઇ તપાસ કરતા લાશ સુમનબેનની હોવાનુ જણાતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પીએમ વગેરેની કાર્યવાહી હાથ ધરી સસરાએ કરેલ જાણ મુજબ પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ મૃતક સુમનબેનના પિતા લાલસિંહ ફુલસિંહ ચૌહાણે તલોદ પોલીસ સ્ટેશનમાં તેમની દિકરીને પતિ રણજીતસિંહ કાળુસિંહ ચૌહાણ, સસરા કાળુસિંહ રામસિંહ ચૌહાણ અને સાસુ કૈલાસબેન વા/ઓ કાળુસિંહ ચૌહાણે છેલ્લા એક વર્ષથી શારીરિક માનસિક ત્રાસ ગુજારી મરવા સુધીની દુષ્પ્રેરણ કરવા અંતર્ગત ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે આઈપીસી ૩૦૬,૪૯૮ સહિતનો ગુનો નોંધ્યો હતો.તલોદના સાગપુરની પરિણીતાની મંગળવારે સાંજે સુજલામ સુફલામ કેનાલમાંથી લાશ મળી આવવાના ચકચારી પ્રકરણમાં મૃતકના પિતાએ પતિ, સાસુ અને સસરા સામે મહિલાને શારીરિક માનસિક ત્રાસ આપી મરવા સુધીના દુષ્પ્રેરણ કરવા અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *