Gujarat

પહેલો ડોઝ ન લેનાર ૫ કર્મચારીઓ વિરુધ્ધ પોલીસ ગુનો દાખલ

રાજકોટ
રાજકોટ પોલીસ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા તમામ હોટલ માલિક અને દુકાનદારો તથા કર્મચારીઓ લારી ગલ્લા ધારકો, હેર સલૂન – બ્યુટી પાર્લરના કામ કરતા લોકો જે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જાેડાયેલા છે તેઓને વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત લીધેલ હોવા જાેઈએ તેવું જાહેરનામું બહાર પાડ્યું હતું. તેથી આજે આ ૫ કર્મચારીઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ થયો છે. હવે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જાેડાયેલા જે વ્યક્તિએ વેક્સિન નહી લીધી હોય તેના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં આજથી એક મહિના પહેલા મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા વેકસીનેશન પૂર્ણ થયું હોવાનો દાવો કરાયો છે. આ દાવાનો મતલબ છે કે શહેરનાં તમામ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. ત્યારે એક તરફ મનપા પહેલા ડોઝનો ૧૦૦% લક્ષ્યાંક પૂર્ણ થયાના બણગા ફૂંકે છે જયારે બીજી તરફ આજે વેક્સિનનો પહેલો ડોઝ ૫ લોકો મળી આવતા મનપાના ૧૦૦% રસીકરણના પોકળ દાવા છતાં થયા છે. હાલ મનપાનાં સત્તાધીશો દ્વારા પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ થયાનો દાવો ક્યા આધારે કરવામાં આવ્યો ? હવે આ મુદ્દે જવાબદારો દ્વારા ક્યારે તેમજ શું જવાબ આપવામાં આવે છે તેના ઉપર લોકોની મીટ મંડાયેલી છે.રાજકોટ શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર આર્થિક પ્રવૃત્તિઓ સાથે જાેડાયેલા તમામને વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત છે. છતાં વિલિયમ જાેન્સ પિઝાના ચાર અને ક્રિષ્ના રેસ્ટોરન્ટના એક કર્મચારી સહિત ૫ કર્મચારીઓ મળી આવ્યા હતા. જેમણે વેક્સિનનો પહેલો ડોઝ ન પણ લીધો ન હતો. જેને પગલે પોલીસ આ ૫ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Complaint-to-the-police.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *