જિનેવા , તા.૨૯
જુનૈદ કુરેશીએ કહ્યું કહ્યું કે, ૧૯૮૯માં સોવિયેત સંઘે કાબૂલ છોડયું તો અનેક ઈસ્લામીક આતંકીઓએ અન્ય દેશોમાં જવું પડયું અને અનેકને કાશ્મીર મોકલાયા હતા. ૩૨ વર્ષ પછી અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજાે કરી લીધો છે. તો એવામાં અનેક લોકો બેરોજગાર થઈ ગયા છે. જૂનૈદે કહ્યું કે, ૧૯૯૦ના દાયકામાં પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ દ્વારા તાલિમ પામેલા આ જેહાદી આતંકીઓને કાશ્મીર મોકલાયા હતા. હવે અમને હેરાન કરવા માટે તેઓ પાછા આવી ગયા છે.અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા પછી બધા જ દેશોમાં ચિંતા ફેલાઈ છે કે તાલિબાનના આતંકીઓ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ અન્ય દેશોમાં આતંકવાદ ફેલાવવા ના કરે. બીજીબાજુ પાકિસ્તાન સમર્થિત જેહાદી આતંકીઓએ અફઘાનિસ્તાન માર્ગેથી કાશ્મીરમાં પ્રવેશ્યા હોવાના અહેવાલોએ ચિંતામાં વધારો કર્યો છે તેમ યુરોપીયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝના એક રિપોર્ટમાં જણાવાયું છે. ફાઉન્ડેશને આશંકા વ્યક્ત કરતા કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી પાકિસ્તાન સમર્થિત અને તાલિમ પામેલા જેહાદી આતંકવાદીઓને કાશ્મીર મોકલી દેવાશે. જિનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૪૮મા નિયમિત સત્રમાં સંગઠનના નિર્દેશક અને કાશ્મીરી મૂળના જૂનૈદ કુરેશીએ અફઘાનિસ્તાનની ગંભીર સ્થિતિ અને જમ્મુ પર તેની અસરો તરફ પરીષદનું ધ્યાન દોર્યું હતું.