Gujarat

પાટણ જિલ્લામાં આશરે ૩.૩૮ લાખ મતદારો ૧૯ ડિસેમ્બરે મતદાન કરશે

પાટણ
આગમી તા.૧૯ ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે પાટણ જિલ્લાની ૨૦૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ૯ તાલુકાગ્રામ પંચાયતની ચૂંટણીમાં જિલ્લાના કુલ ૪૭૦ મતદાન મથકો પર આશરે ૩.૩૮ લાખ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. જેના માટે ૬૬ ચૂંટણી અધિકારી, ૬૬ મદદનીશ ચૂંટણી અધિકારી, ૫૨૦ પ્રિસાઈડિંગ ઓફિસર તથા ૧,૭૦૪ પોલીંગ ઓફિસર્સને ફરજ સોંપવામાં આવી છે. હાલમાં આ તમામની તાલીમ ઉપરાંત બેલેટ પેપર પ્રિન્ટીંગ અને મતદાન પેટીઓની વ્યવસ્થા સહિતની કામગીરી પૂર્ણતા ના આરે છે
ગ્રામ પંચાયતની ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા અંગે , જિલ્લાને કુલ ૫૩ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યો છે, જે તમામમાં સેક્ટર મોબાઈલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરવાનેદારો પાસેથી હથિયાર જમા લેવા અને ચેક પોસ્ટ ઉભી કરી વાહન ચેકીંગ સહિતના અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. સાથે સાથે સંવેદનશીલ, અતિસંવેદનશીલ અને સામાન્ય બુથ આઈડેન્ટીફાઈ કરી જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ માટે ૫૫૦ પોલીસ જવાનો, ૬૦૦ જેટલા હોમગાર્ડ્‌સ તથા સુપરવિઝન માટે નાયબ પોલીસ અધિક્ષ અને પોલીસ ઈન્સ્પેક્ટર્સ તથા સબ ઈન્સપેક્ટર્સને ફરજ સોંપવામાં આવશે. આમ પોલીસ અધિક્ષક કક્ષાએથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે.
તા.૨૯ નવેમ્બરના જાહેરનામા મુજબ જિલ્લામાં કુલ ૨૦૨ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાવાપાત્ર હતી. જેમાં ૧૮૪ સરપંચ તથા ૧,૫૦૯ વોર્ડનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં ઉમેદવારીના ફોર્મ અને તેની સ્ક્રુટીની સહિતની તબક્કાવાર પ્રક્રિયા બાદ ૧૮૪ પૈકી ૨૨ સરપંચ સમરસ, ૦૭ સરપંચ આંશિક બિનહરિફ તથા ૦૩ બેઠકો ફોર્મ ન ભરાવવાના કારણે ખાલી રહેવા પામ્યા છે. આમ કુલ ૧૫૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સરપંચ પદ માટે ૪૬૩ ઉમેદવારો ચૂંટણી લડશે. વોર્ડમાં ગ્રામ પંચાયતના સભ્યપદ માટે ૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *