Gujarat

પાટિલના નિર્ણયથી ભાજપમાં ભંગાણની શક્યતા, કેટલાક કોર્પોરેટર કોંગ્રેસના સંપર્કમાં

  • 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા, ત્રણ ટર્મથી વધુ ચૂંટાઇ આવતા તેમજ સગા-સબંધીઓને ટિકિટ ના આપવાની જાહેરાત કરી

ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા, ત્રણ ટર્મથી વધુ ચૂંટાઇ આવતા તેમજ સગા-સબંધીઓને ટિકિટ ના આપવાની જાહેરાત કરી છે. સીઆર પાટિલના આ નિર્ણયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ પડી શકે છે. ભાજપના કેટલાક નારાજ સભ્યો કોંગ્રેસમાં જોડાઇ શકે છે.

જામનગર ભાજપમાં ભંગાણની શક્યતા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જામનગર ભાજપમાં ભંગાણ પડે તેવી શક્યતા છે. ભાજપના 2 પૂર્વ નગરસેવક કોંગ્રેસના સંપર્કમાં છે. સંભવિત બન્ને નગરસેવક ભાજપના પ્રદેશ પ્રમુખના નિર્ણયથી નારાજ છે. કોંગ્રેસના દિગુભા જાડેજાએ આ વાતને સમર્થન આપ્યુ છે.

ધારાસભ્યોએ પાટિલની વાતને આપ્યુ સમર્થન

મંત્રીઓ અને સીનિયર ધારાસભ્યોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીના સીઆર પાટિલના નિર્ણયને સમર્થન આપ્યુ છે. ભાજપના નેતાઓએ ટિકિટ માટેની વય મર્યાદાને પણ આવકારી છે. ધારાસભ્યોનું માનવુ છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષના નિર્ણયથી યુવાઓને વધુ તક મળશે.

ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી

ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમ જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાતી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા, પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ ( કાકા ), કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, ભૂપેન્દ્રસીંહ ચુડાસમા, સાંસદો જશવંતસિંહ ભાભોર, રાજેશ ચુડાસમા, ડો. કિરીટ સોંલકી, કાનાજી ઠાકોર અને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ જયોતિબેન પંડયા હાજર રહે છે. આ બેઠકમાં 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામે પર મ્હોર મારવામાં આવશે. ત્યારબાદ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી હાથ ધરાશે.

રાજય ચુંટણી આયોગ તરફથી રાજયની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીની 23 જાન્યુઆરીના રોજ જાહેરાત કરી હતી. તે જ દિવસથી રાજયમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 6ઠ્ઠી ફ્રેબુઆરી છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.8મી ફ્રેબુઆરીએ થશે. જયારે ઉમેદવારી પત્રો પાછાં ખેંચવાની તારીખ 9મી ફ્રેબુઆરી છે. જયારે મતગણતરી 23મી ફ્રેબુઆરીના રોજ થશે.

IMG_20210203_134208.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *