Gujarat

પાટિલના નિવેદન પર કોંગ્રેસ, માલધારી સેલે આવેદન આપ્યું

પાટણ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉદ્યોગપતિની એક બેઠકમાં ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે શહેરમાં ૮ દિવસની અંદર ગાયો ન દેખાવી જાેઈએ તેવા કરેલા નિવેદનનો જિલ્લા માલધારી સમાજે વિરોધ કર્યો છે અને પ્રદેશ પ્રમુખ માલધારી સમાજની માફી માંગે તેવી માંગણી કરી છે. માલધારી સમાજે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે કે, આઠ દિવસમાં અમારી પાંચ માંગણીઓ સંતોષવામાં આવશે તો અમારી ગાયો તમને રોડ ઉપર જાેવા નહીં મળે.ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ઉદ્યોગપતિઓની એક બેઠકમાં ગાયો અને માલધારીઓ વિશે કરવામાં આવેલા નિવેદનના વિરોધમાં જિલ્લા માલધારી સેલ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને આવેનદપત્ર આપી રજૂઆત કરી છે. જેમાં તા.૧ ઓકટોબરે અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ૮ દિવસની અંદર ગાયો ન દેખાવવી જાેઈએ તેવો ર્નિણય કરતાં માલધારી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. આ મામલે રજૂઆત કરવામાં ગેમરભાઈ દેસાઈ, બળદેવભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ હાજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *